Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
10 Success Sutro: Sapna Sakar Karvana Sakshat Mantro
A.G.Krishnamurthy
Author A.G.Krishnamurthy
Publisher R.R.Sheth & Co.
ISBN 9789381315781
No. Of Pages 130
Edition 2012
Format Paperback
Language Gujarati
Price रु 95.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
6730_10successsutro.Jpeg 6730_10successsutro.Jpeg 6730_10successsutro.Jpeg
 

Description

10 Success Sutro – A. G. Krishnamurty

 

10 Success સૂત્રો

લેખક એ. જી. કૃષ્ણમૂર્તિ

અનુવાદક દિલીપ ગોહિલ
જીવનમાં સફળતા મેળવવા માટે જરૂરી દસ સૂત્રોની વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે. સફળતા કોઈના બાપ્ની જાગીર નથી, પરંતુ એ પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક વ્યક્તિમાં પાત્રતા રહેલી છે જરૂર છે માત્ર એ વાતને પુરવાર કરવાની. આમ આ પુસ્તકમાં એવા લોકોની કથાઓ છે જેમણે તેમની સામે આવેલા વિકટ સંજોગો સામે બાથ ભીડી છે.

‘સપ્નાં જુઓ, મોટાં સપ્નાં જુઓ’ કારણ કે જો સ્વપ્નશીલ લોકો ના હોત તો દુનિયા કેવી હોત? રાઈટબંધુએ પોતાનાં સ્વપ્ન પૂરાં કરવા પોતાની સંપત્તિ દાવ ઉપર લગાડી દીધી હતી જેની વાત અત્રે કરવામાં આવી છે.

‘તમારા કામમાં નિપુણ બનો’ અને નિપુણતા માટે કઠોર પરિશ્રમ ખૂબ જરૂરી છે ઇકોફ્રેન્ડલી અને મોંઘા ભાવનો ડિટર્જન્ટ ઘેર ઘેર પરવડે તેવી કિંમતમાં પહોંચે તે માટે પોતાની નિપુણતા કરસનભાઈએ અજમાવી અને નિરમાનું નામ આજે સમગ્ર દુનિયામાં ખ્યાતનામ છે... આ બધું નસીબના જોરે નથી થતું.

‘હકારાત્મક બનો’. હકારાત્મક વ્યક્તિ દોઢ વર્ષની ઉંમરે લકવાનો ભોગ બની હોય છતાં 157 ગોલ્ડ મેડલ મેળવનાર એથ્લિટ્સ બને અને અર્જુન એવોર્ડ, અરે પદ્મશ્રી એવોર્ડ વિજેતા હોય... આમ જે કલ્પ્ના લાગે તેને વાસ્તવિકતાનું સ્વરૂપ આપ્નાર હકારાત્મક વ્યક્તિ માલતી કૃષ્ણમૂર્તિની વાત પણ પુસ્તકમાં છે. અબ્રાહમ લિંકનની વાત પણ અહીં મૂકવામાં આવી છે. ‘હું આ કરી શકું છું.’ આ સૂત્રને સાકાર કરતા સુધા ચંદ્રન, મહાત્મા ગાંધીની પ્રેરણાત્મક વાતો પણ છે. જો કામકાજમાં નિષ્ઠાપૂર્વક ખંતથી વ્યક્તિ કાર્યાન્વિત થાય તો સફળતા તો મળવાની જ છે. વોલ્ટ ડિઝ્ની, માઇક્રો સોફ્ટ વગેરે તેનાં ઉદાહરણ છે. આમ ‘સપ્નાને વળગી રહો.’ ‘તમારી ટીમ ઉપર ભરોસો રાખો’, ‘પડકારોને અવકારો’, ‘સૌના કલ્યાણનું વિચારો’, ‘બસ, આ એક જ જીવન છે’ આવાં અનેક સૂત્રો કે જે આપણી સફળતા સાથે જોડાય છે અને આ સૂત્રોને અપ્નાવીને સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચનાર બિલ ગેટ્સ, લુડવીગ વાન, બીથોવન, હેન્રી ફોર્ડ, એ.પી.જે. અબ્દુલ કલામ, ધીરુભાઈ અંબાણી જેવાં અનેક વ્યક્તિઓની પ્રેરણાદાયી વાતો પુસ્તકમાં સમાવિષ્ટ છે. આમ આ દસ નાનકડાં સૂત્રોને જીવનમાં આત્મસાત્ કરી લઈએ તો અવશ્ય સફળતા પ્રાપ્ત થવાની જ છે.

જે લોકો કાળની કસોટીમાંથી પાર ઊતરીને સફળતા મેળવે છે તેમને સફળતા નસીબના જોરે નથી મળી હોતી. તે મેળવવા માટે તેઓ જોશ અને જુસ્સા સાથે જખ્મોની દરકાર કર્યા વિના સામા વહેણે તર્યા હોય છે. જેમણે સંજોગો સામે બાથ ભીડી છે તેવા જ લોકોની કથાઓ ૧૦ Success સૂત્રોમાં ગૂંથવામાં આવી છે. આ લોકોએ પથ્થરમાંથી પાણી કાઢયું હોય છે ! સફળતા કોઈનાં બાપની જાગીર નથી - એ વાતને પૂરવાર કરતું ૧૦ Success સૂત્રો પુસ્તક દસ સરળ અને શાશ્વત નિયમોથી તમને સફળતાના એવા મુકામ પર પહોંચાડશે કે જ્યાં તમે ખુદને જોવા ઈચ્છતા હતા. જો આજે તમે આ પુસ્તકને આત્મસાત્ કરશો તો તમારું ભવિષ્ય તમારા વર્તમાન કરતાં તો સારું જ રહેવાનું!

Subjects

You may also like
  • Aagaman
    Price: रु 150.00
  • Ghata
    Price: रु 135.00
  • Mansar
    Price: रु 150.00
  • Nazirni Gazalo
    Price: रु 120.00
  • Suna Sadan
    Price: रु 90.00
  • Parab
    Price: रु 150.00
  • Ej Zarukho Ej Hinchko
    Price: रु 135.00
  • Krishnamurti Paddhati
    Price: रु 150.00
  • Kundaliyo Nu Falkathan Ane Upayo
    Price: रु 150.00
  • Grahoni Drashtiye Kundaliyo
    Price: रु 51.00
  • Manav Jivan Upar Grahoni Asar
    Price: रु 135.00
  • Vastushastra
    Price: रु 80.00