Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Acupuncture (Kamarno Dukhavo, Sciatica Ane Dokna Dukhavani Sachot Sarvar)
Dr. P G Shah
Author Dr. P G Shah
Publisher Gurjar Granthratna Karyalay
ISBN 9789381061596
No. Of Pages 90
Edition 2013
Format Paperback
Language Gujarati
Price रु 100.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635180930096741982.jpg 635180930096741982.jpg 635180930096741982.jpg
 

Description

Acupuncture (Kamarno Dukhavo, Sciatica Ane Dokna Dukhavani Sachot Sarvar)

 

એક્યુપંકચર એક જૂની અને જાણીતી ચિકિત્સા પદ્ધતિ છે, જે  વ્યાધિને સકારાત્મક અભિગમથી મટાડે છે

એક બીમારીથી બીજી બીમારી મટાડવા માટે અલગ અલગ ચિકિત્સા પદ્ધતિનો સહારો લેનારા લોકોનેે એક પણ ચિકિત્સાથી ફાયદો થતો નથી એટલે બીમારીમાં ઘોર નિરાશા પણ ઉમેરાય છે. એ બધાની વચ્ચે ઍક્યુપંક્ચરનો નવી આશા તરીકે ઉદય થઈ રહ્યો છે.

સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ કે, ચીરકાલીન રોગો જેવાં કે, શારીરિક માનસિક, સ્પોન્ડીલાઈટીસ, કમર-માથાનો દુ : ખાવો, ડીપ્રેશન, ટેન્શન, વિવિધ પ્રકારના નશાના આદી, જેવી વ્યાધિથી પીડાતી વ્યક્તિઓ એક ચિકિત્સકથી બીજા ચિકિત્સક પાસે કોઈ વિશેષ ફાયદા વગર પણ ભટકતા હોય છે. આપણી હાલમાં બહુ પ્રમાણમાં વપરાતી વિલાયતી ઔષધિના વપરાશથી જે આડઅસરો હોય છે. એ મૂળવ્યાધિથી પણ વધારે કષ્ટદાયક હોય છે.
આનો ઉપાય શું ?....''એક્યુપંક્ચર''!

 હા.....એક્યુપંક્ચર આનો ઉપાય છે. ડબ્લ્યુ.એચ.ઓ. દ્વારા પ્રમાણિત થયા પછી એક્યુપંક્ચરે દર્દનિવારણનો દ્રષ્ટિકોણ બિલકુલ બદલી નાખ્યો છે. સમ્પૂર્ણ વિશ્વમાં એક્યુપંકચર એક વિશિષ્ટ ચિકિત્સા પદ્ધતિ તરીકે વખણાઈ રહી છે. આધુનિક ચિકિત્સા વિજ્ઞાાન જે શારીરિક અને માનસિક વિવિધ વ્યાધિઓનો સંતોષકારક ફાયદો કરી આપવામાં નિષ્ફળ જાય છે ત્યાં એક્યુપંક્ચર સકારાત્મક પરીણામ આપવામાં સફળ થયું છે.

 

એક્યુપંકચર સુરક્ષિત, સરળ, અસરકારક અને બીન ખર્ચાળ ચિકિત્સા પદ્ધતિ છે. નાના બાળકોના શૈય્યા મુત્રથી માંડીને વૃદ્ધ વડીલોના માનસિક સંતાપના નિવારણમાં સફળતાપૂર્વક લાભદાયક છે અને વિશ્વમાં લાખો વ્યક્તિઓ વગર કોઈ આડઅસરે આનો ઉપયોગ કરીને સ્વસ્થ રહી રહ્યા છે. જેનાથી મોટા ઉદ્યોગો પોતાના ગેરહાજર રહેતા કર્મચારીઓથી થતા સમય અને ધન બન્નેની હાનીથી બચી રહ્યા છે. જેનાથી દેશની કાર્યક્ષમતા પણ વધી રહી છે.

એક્યુપંક્ચર દરેક પ્રકારની શારીરિક પીડાજનક અને માનસિક પરિસ્થિતિમાં અત્યંત લાભકારક છે.
- માથાનો દુ : ખાવો
- માઈગ્રેન
- સ્પોન્ડીલાઈટીસ
- અનિદ્રા

માનસિક પરિસ્થિતિ જેમ કેમ,
- સંતાપ-ડિપ્રેશન
- તાણ-સ્ટ્રેસ
- વહેમ-ફોબીયા
- ઉશ્કેરાટ-એનઝાઈટી
- વાઈ-હિસ્ટેરીયા
- નશાના બંધાણી
- શીઘ્રપતન
- નપુંસકતા

માનસિક વિકાર જન્ય વ્યાધિઓ  :
- દમ, શ્વાસ - અસ્થમા
- હૃદયરોગ-એન્જાઈના પેઇન
- ઉચ્ચ રક્ત ચાપ-હાઈ બી.પી.
- મધુમેહ-ડાયાબીટીસ
- સોરાયસીસ-વિચર્ચીકા
- હાઈપર અમ્લપિત્ત, એસીડીટી
- રક્તસ્ત્રાવ યુક્ત મરડો, અલસરેટીવ કોલાઈટીસ વગેરે.

એવી માન્યતા પ્રબળ છે કે  દરેક રોગની એક દવા છે અને આપણે સ્વસ્થ રહેવા માટે ઇમ્પોર્ટેડ ટોનિક કેપ્સુલ અને ઇન્જેકશનો લેવાથી જ સારો ફાયદો થશે. ચિકિત્સાના આધુનિકીકરણ અને વ્યાપારીકરણને કારણે ભવ્ય હોસ્પિટલો નિર્માણ થઈ રહી છે.

અને સાથે સાથે અસંખ્ય વ્યક્તિઓ વ્યર્થની વ્યાધિઓના ભયના ઓથાર નીચે જીવવા લાગે છે. પોતાની કાલ્પનિક બીમારીઓના લક્ષણો ઓનલાઈન વાંચે છે, અને એનો ઉપાય પણ કદાતિત શોધી લે છે. છેલ્લે પોતાના માનસમાંથી ઊભી કરેલ વ્યાધિની સર્જરી અથવા ઔષધિથી અનેક આડઅસરો ઉત્પન્ન કરે છે.

દરેક નવીન ઔષધિઓમાં સારા પરીણામલક્ષી તત્ત્વો હોય છે, પરંતુ એના ફાયદા, ગેરફાયદા, વ્યાધિ મટાડવાની ક્ષમતા વગેરેની પણ તપાસ કરવી જરૃરી છે. ફક્ત માનસિક ભય, શંકા, અને આંધળો વિશ્વાસ રાખીને ચિકિત્સા કરવા કરતા અન્ય ઉપયોગી પર્યાયો શોધવા પણ સાર્થક છે.

એલોપેથી નિષ્ફળ થઈ જાય છે, ત્યાં એક્યુપંક્ચરે સફળતા મેળવી છે

એક્યુપંકચર એલોપેથી તથા અન્ય વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓ વચ્ચે કોઈપણ પ્રકારના વૈમનસ્ય વગર એક બીજાને પૂરક થઈ રહે એવી રીતે પ્રયોગ કરવો જોઈએ. પાશ્ચાત્ય ચિકિત્સા પદ્ધતિ એના વિવિધ પ્રકારના દ્રષ્ટિકોણ, રાસાયણિક બંધારણ, ઉપયોગની પદ્ધતિ, વિભિન્ન મતભેદ અને સર્જરી સમયે થતી ઈમરજન્સીઓને કારણે ઘણી વખત જોઈતા ઈલાજને બદલે નવી તકલીફો ઊભી કરી દે છે.

એક્યુપંકચર એક જૂની અને જાણીતી ચિકિત્સા પદ્ધતિ છે, જે એક સર્વગ્રાહી સર્વાનુપ્રિય વ્યાધિને સકારાત્મક અભીગમથી મટાડે છે. શારીરિક તથા માનસિક તકલીફો જેવીકે માથાનો દુ : ખાવો, બેચેની, અશાંતિ કે જેમાં દર્દ અને અનુવેદના મૂળભૂત કારણો અને લક્ષણો હોય છે, અને એમાં મોર્ડન ઔષધિઓની ખાસ જરૃર નથી હોતી એને મટાડવામાં બહુજ ઉપયોગી છે.

સ્વાસ્થ્ય અને વ્યાધિ એક જ સિક્કાની બે બાજુઓ છે. જ્યારે પણ વ્યાધિ આવે ત્યારે વ્યક્તિ શારીરિક અને માનસિક બન્ને રીતે તાણ અનુભવે છે.

દરેક વ્યક્તિ આવનાર વ્યાધિના કારણો શરીર ઉપર એની અસર, એની ચિકિત્સાના પર્યાય તથા ભવિષ્યમાં એને નિવારી શકાય એવા ઉપાય જો વિચારી શકે તો ક્યારે, ક્યા પ્રકારના ડૉક્ટરોને બતાવવું. ક્યા પ્રકારના ઉપચાર કરવા એ બહુજ આસાન થઈ જાય છે.

અમુક બીમારીઓ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો કોઈ પર્યાય નથી.   ફક્ત એટલું ધ્યાન રાખવું જરૃરી છે કે કુદરત સાથે ચાલવું. કુદરતની વિરૃદ્ધમાં ચાલવાથી આડઅસરો જ સર્જાશે. કારણ કે ''વ્યાધિ એ શરીરનો ધર્મ છે અને મૃત્યુ એ સમયનો ધર્મ છે''

માનવ શરીર સદીઓથી એ રીતે જ કેળવાયું છે કે જરૃર ન હોય ત્યાં સુધી અન્ય બાહરી પદાર્થથી તેની સારવાર કરવાની જરૃર પડતી નથી. એ રીતે જોઈએ તો એક્યુપંક્ચર ઉત્તમ વિકલ્પ બની શકે તેમ છે.

-Gujarat Samachar

Subjects

You may also like
  • Mudra Chikitsha Dwara Rogmukti
    Price: रु 300.00
  • Sujok
    Price: रु 125.00
  • Tandurasti Tamara Haathma-1
    Price: रु 100.00
  • Tandurasti Tamara Haathma-2
    Price: रु 100.00
  • You Can Heal Your Life (Gujarati Translation)
    Price: रु 350.00
  • Vaishvik Chetna
    Price: रु 350.00
  • Alternative Healing
    Price: रु 150.00
  • Accupressure Ane Swastha Jeevan
    Price: रु 175.00
  • Suryakiran Chikitsa (Rang Upvas Tratak Pranayam Mantra Prayogo)
    Price: रु 70.00
  • Chikitsa Paddhatio Ane Technico
    Price: रु 125.00
  • Swachikitsa (Potana Rogo Pote Kem Matadva Tevi Anek Saral Ane Sachot Rito)
    Price: रु 350.00
  • All Is Well (Gujarati Edition)
    Price: रु 250.00