Das Pashchatya Navalikao by Raymond Parmar આ સંગ્રહમાં પશ્ચિમના દસ મહાન વાર્તાકારોની વાર્તાઓ સુંદર રીતે એક સાથે રજૂ થઈ છે. સંગ્રહને આવકારતાં શ્રી સગુણા રામનાથન કહે છે કે, "આ વાર્તાઓ ગુજરાતી સાહિત્યનાં વિદ્યાર્થીઓને પાશ્ચાત્ય જગતની સંસ્કૃતિમાં પ્રવેશવા સારુ ઉપકારક દ્વાર ખોલી આપશે. ભારતીય તેમ જ ગુજરાતી લેખકો પર આવી રચનાઓએ કેવો પ્રભાવ પાડ્યો છે તે તેઓ સદૃષ્ટાંત જોતાં થશે. અનુવાદ - સાહિત્ય ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ સાથે સુમેળ ને સમન્વય સાધવાનો એક ઉત્તમ માર્ગ છે. પ્રૉ. રેમંડ પરમારે અનુવાદનું ઘણું વૈવિધ્યસભર કામ કર્યું છે, તેથી આવું મહત્ત્વનું કાર્ય હાથ ધરવા એ સિદ્ધહસ્ત અનુવાદક ગણાય."