જીવન : એક ખેલ - કુન્દનિકા કાપડીયા
"The Game of Life and How to play it" By Florence Scovell Shin પુસ્તકનો ગુજરાતી ટુંકસાર
પરાજય, હતાશા, વિફળતા, અકિંચનતાની પરિસ્થિતિને શ્રદ્ધાની અને શબ્દની શક્તિ વડે સંપતિ, આનદ અને ભરપૂરતામાં પલટી નાખવાનો કીમિયો દર્શાવતું પુસ્તક
મનુષ્યના મનમાં અનંત સામર્થ્ય રહેલું છે, પણ મોટા ભાગના મનુષ્યોને તેની જાણ નથી હોતી. ' તમારો ખજાનો તમારા પગ તળે છે '- એમ કહેવાય છે, પણ એ ખજાનો છુપાયેલો છે. એ ખજાનાથી સમૃદ્ધ થવાના અનેક કીમિયા છે.જેનાથી માણસ પોતાની જ ગુપ્ત શક્તિઓને પ્રગટપણે પામી શકે છે.