Nagar Palika Mukhya Adhikari Prelim Pariksha Mate Hetulakshi Prashno (Latest Edition)
ગુજરાત જાહેર સેવા આયોગ આયોજિત વર્ગ-2 અને 3 ની ભરતી માટે
નગરપાલિકા મુખ્ય અધિકારી પ્રિલીમ પરીક્ષા માટે
GPSC Recruitment For Nagarpalika Chief Officer Class-II & III
અદ્યત્તન આવૃત્તિ-2017
(હેતુલક્ષી પ્રશ્નો )
-
આદર્શ પ્રશ્નપત્ર
-
સામાન્ય વિજ્ઞાન MCQ-1, MCQ-2
-
ભારતનું બંધારણ-MCQ-1, MCQ-2
-
તાજેતરના મહત્વના બનાવો - MCQ
-
ગુજરાતની ભૌગોલિક બાબતો, કુદરતી સંપત્તિ, કૃષિ ઉદ્યોગો અને
-
2011 ની વસ્તી ગટરીના અંતિમ આંકડાઓને લગતા પ્રશ્નો -MCQ-1, MCQ-2, MCQ-3
-
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો- MCQ-1, MCQ-2, MCQ-3
-
સામાન્ય બૌદ્ધિક કસોટીઓ
-
ખેલ જગત
-
ગુજરાતની રાજનીતિ
-
પંચાયતી રાજ
-
મહાગુજરાતનું આંદોલન
-
વિવિધ ક્ષેત્રે મહિલાઓનો ફાળો'
-
મહત્વની આંતરરાષ્ટ્રીય ઘટનાઓ
-
ભારતની ભૂગોળ
-
ગુજરાતનો ઇતિહાસ
-
આંતરરાષ્ટ્રીય સંગઠનો
-
સ્વતંત્રતા સંગ્રામનો ઇતિહાસ
-
પર્યાવરણ
-
વર્તમાન સમયની ઘટનાઓ
ચીફ ઓફિસર પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો ?
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યની વિવિધ નગરપાલિકાના વહીવટ માટે મુખ્ય અધિકારી અથવા ચીફ ઓફિસરની ભરતી બહાર પાડવામાં આવેલી છે. અહીં બે અલગ અલગ ભરતી પરીક્ષાઓ યોજવામાં આવશે. જાહેરાત ક્રમાંક ૬૫/૨૦૧૬-૧૭ અંતર્ગત વર્ગ ૨ અધિકારીઓની કુલ ૨૫ જગ્યાઓ માટે ભરતી યોજવામાં આવેલ છે. જ્યારે જાહેરાત ક્રમાંક ૬૬/૨૦૧૬-૧૭ અંતર્ગત વર્ગ ૩ની કુલ ૧૮ જગ્યાઓ માટે ફોર્મ સ્વીકારવામાં આવેલ છે.
પરીક્ષાનું માળખું : વર્ગ ૨ની પરીક્ષા માટે ત્રણ તબક્કાની ભરતી કસોટીનું આયોજન કરવામાં આવેલ છે. સૌ પ્રથમ એમ.સી.ક્યુ. પ્રકારની પ્રીલીમીનરી પરીક્ષા યોજવામાં આવશે. જેમાં સામાન્ય અભ્યાસનું પ્રશ્નપત્ર ૧૫૦ ગુણનું હશે તથા ૭૫ મીનીટનો સમય રહેેશે. અહીં ડીગ્રી કક્ષાનો અભ્યાસક્રમ રાખવામાં આવેલ છે. કુલ બેઠકોના ૯ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે.
મુખ્ય પરીક્ષામાં ૪ પ્રશ્નપત્ર છે. પ્રત્યેક પ્રશ્નપત્ર વર્ણનાત્મક પ્રકારનું અને ૩ કલાકના સમયનું રહેશે. જેમાં ગુજરાતી અને અંગ્રેજીનો અભ્યાસક્રમ ધોરણ ૧૨ની કક્ષાને સમકક્ષ રાખવામાં આવશે. જ્યારે સામાન્ય અભ્યાસ સ્નાતક કક્ષાનું રહેશે.
ક્રમ વિષય માર્ક
૧ ગુજરાતી ૨૦૦
૨ અંગ્રેજી ૧૦૦
૩ સામાન્ય અભ્યાસ ૧ ૨૦૦
૪ સામાન્ય અભ્યાસ ૨ ૨૦૦
આમ કુલ ૭૦૦ માર્કની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે. કુલ જગ્યાઓની સામે ત્રણ ગણા ઉમેદવારોને વ્યક્તિત્વ કસોટી (ઇન્ટરવ્યુ) માટે બોલાવવામાં આવશે. તેના ૮૦ ગુણ રહેશે. આમ કુલ ૭૮૦ માર્કના મેરીટમાંથી પસંદગીની યાદી તૈયાર કરવામાં આવશે. અને શ્રેષ્ઠ દેખાવ કરનાર ઉમેદવારોને મેરીટના આધારે પસંદ કરવામાં આવશે.
વર્ગ ત્રણની ભરતી કસોટી બે તબક્કામાં યોજવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કો પ્રીલીમીનરી પરીક્ષા અને દ્વિતીય તબક્કો મુખ્ય પરીક્ષા રહેશે. પ્રથમ તબક્કો ૧૫૦ ગુણ અને ૭૫ મિનિટના સમયગાળામાં યોજવામાં આવશે. અહીં એમ.સી.ક્યુ. પ્રકારનું પ્રશ્નપત્ર રહેશે. પરીક્ષાનો અભ્યાસક્રમ સ્નાતક કક્ષાનો રહેશે.
આ પરીક્ષામાં સારો દેખાવ કરનાર ઉમેદવારોને મુખ્ય કસોટી માટે બોલાવવામાં આવશે. કુલ જગ્યાઓના ચારગણા ઉમેદવારોને મુખ્ય કસોટી માટે બોલાવવામાં આવશે. મુખ્ય કસોટીમાં ત્રણ પ્રશ્નપત્ર રહેશે. પ્રત્યેક માટે ત્રણ કલાકની સમયમર્યાદા રહેશે. ૪૦૦ ગુણની આ કસોટીમાં ગુજરાતીનું પ્રશ્નપત્ર ધોરણ ૧૨ કક્ષાનું, અંગ્રેજીનું પ્રશ્નપત્ર ધોરણ ૧૨ કક્ષાનું જ્યારે સામાન્ય અભ્યાસનું પ્રશ્નપત્ર સ્નાતક કક્ષાનું રહેશે.
ક્રમ વિષય માર્ક
૧ ગુજરાતી ૧૦૦
૨ અંગ્રેજી ૧૦૦
૩ સામાન્ય અભ્યાસ ૨૦૦
ઉમેદવારની પસંદગીનો આધાર મુખ્ય કસોટીના ગુણ પર રહેશે. ૪૦૦ ગુણની આ કસોટીમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ઉમેદવારોને પસંદ કરવામાં આવશે.
તૈયારીની રણનીતિ : જીપીએસસી દ્વારા વર્ષ ૧૯૯૯થી ૨૦૧૪ સુધીના ચીફ ઓફિસરના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે આ કસોટી અન્ય ભરતી કરતા વધુ સજ્જનતાની અપેક્ષા રાખે છે. વધુ સઘન તૈયારી સાથે જ આ પરીક્ષામાં સફળ થઇ શકાય છે.
સામાન્ય અભ્યાસના વિવિધ મુદ્દાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઇએ. અહીં કોઈ સ્પષ્ટ મુદ્દા અભ્યાસક્રમ તરીકે આપેલ ન હોઈ ઉમેદવારની તૈયારીની અપેક્ષા ખુબ જ વધી જાય છે. આગલા પ્રશ્નપત્રના અભ્યાસને આધારે એવા તારણ પર પહોંચી શકાય કે તથ્ય આધારિત કરતા વિશ્લેષણ આધારિત પ્રશ્નો વધુ પુછાય છે. વળી સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ભારતનું સંવિધાન, સમસામયિક અર્થવ્યવસ્થા, રમતગમત, ગણિત, રીઝનીંગ, આંતરરાષ્ટ્રીય બનાવો અને ઘટનાઓ, સરકારની વિવિધ યોજનાઓ વગેરેમાંથી પ્રશ્નો પુછાય છે.
કારકિર્દીની તક : આ પરીક્ષામાં સફળ થનાર ઉમેદવારો રાજ્યની સમગ્ર નગરપાલિકાનું સંચાલન કરે છે. આમ આ નોકરી અત્યંત પ્રતિષ્ઠિત અને જવાબદારી ભરેલી છે. તેમાં સમાજમાં કૈક કરી દેખાડવાની તક મળે છે. વર્ગ ત્રણના કર્મચારીઓ નાની નગરપાલિકાનું સંચાલન કરે છે.
જ્યારે વર્ગ ૨માં મોટી નગરપાલિકાનું સંચાલન મળે છે. આમ શહેરના તમામ નાગરિકો અને રહેવાસીઓ તેના તાબા હેઠળ હોય છે. ભવિષ્યમાં બઢતી મેળવીને વર્ગ ૧માં નાયબ કલેકટર બનવાની પણ તક રહેલી છે.
|