Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Pollyanna (Gujarati Translation)
Eleanor Porter
Author Eleanor Porter
Publisher Zondervan
ISBN 9789380517704
No. Of Pages 175
Edition 2013
Format Paperback
Language Gujarati
Price रु 150.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635045916692934596.jpg 635045916692934596.jpg 635045916692934596.jpg
 

Description

પોલીએના  (“Pollyana” by Eleonor H. Porter  Gujarati Translation)

મૂળ લેખક : એલીનોર પોર્ટર

અનુવાદ : યોગેશ ચોલેરા

રાજી રહેવાની રમત

100 વર્ષ અગાઉ લખાયેલી આ નવલકથાની વાર્તા એક અનોખી રમત અંગેની છે . અને એ રમતનું નામ છે 'રાજી રહેવાની રમત'

જીવનમાં હકારાત્મકતા કઈ રીતે કેળવવી ? વિષમ પરિસ્થિતિમાં પણ કઈ રીતે રાજી રહેવું ? ખુશી અને આનંદની ખીલવણી કઈ રીતે કરવી ? મર્યાદાઓ છતાયે જીવનને કઈ રીતે માણવું  ? સુખી કેમ થવું ? આ સવાલોના જવાબ આપતા હજારો પુસ્તકો ઉપલબ્ધ છે . જેમના કેટલાકને આપણે  ધાર્મિક પુસ્તકો કહીએ છીએ અને કેટલાકને 'મોટીવેશનલ બુક્સ' તરીકે ઓળખીએ છીએ . આ પુસ્તક પણ આ સવાલોના જવાબ આપે છે ,પણ ફરક એટલો કે આ પુસ્તકમાં સવાલોના જવાબ ઉપરાંત અગિયાર વર્ષની એક છોકરી તેને અમલમાં મુકવા માટેની એક 'રમત' પણ શીખવે છે . આજથી બરાબર એકસો વર્ષ પહેલા ઈ .સ . 1913 માં અમેરિકાના ન્યૂ હેમ્પશાયર સ્ટેટના લિટલટન શહેરના લેખિકા એલીનોર પોર્ટરે એક પાત્રનું સર્જન કર્યું ,તેનું નામ પોલીએના .અગિયાર વર્ષની એક નાનકડી છોકરીના પિતાનું અવસાન થતા તે અનાથ બને છે . માતા તો પહેલાજ ગુજરી ગયેલી છે। માતાના બહેન મિસ પોલી - પોલીમાંસી હયાત છે . એ પોતાની ફરજ સમજીને પોલીયાનાનો સ્વીકાર કરે છે .
 

પોલીએના 10 વર્ષની છોકરી છે. માતા-પિતા વિનાની આ અનાથ છોકરીને એક સખાવતી સંસ્થા તેના માસીને ઘેર રહેવા મોકલી આપે છે. આ માસી એટલે મિસ પોલી. જેના જીવનમાં એક રુક્ષતા છે….. જડતા છે…. લાગણીઓને કોઈ સ્થાન નથી. માસી ખૂબ શ્રીમંત છે. પણ એનું હૃદય ઝરણું સૂકાઈ ગયું છે. અને એક નાનકડા વર્તુળમાં એનું જીવન સીમિત છે. એવા એકાકી રહેતાં માસીને પોતાની ભાણેજને રાખવાની જવાબદારી આવી પડે છે, ત્યારે પોતાનું કર્તવ્ય છે એમ માની, ફક્ત ફરજના એક ભાગ રૂપે પોલીએના તેના ઘરમાં પ્રવેશ પામે છે. અને ધીમે ધીમે શરૂ થાય છે એક બદલાવ. પોલીએના ખૂબ વાતોડી, ખૂબ પ્રેમાળ. સતત હસતી અને હસાવતી છોકરી છે. માણસ માત્ર તેને ગમે છે કોઈ પણ માણસ સાવ કેમ ન ગમે ? એ તેને ક્યારેય સમજાતું નથી. તેને દરેક નાની વસ્તુમાં જીવંત રસ છે, હોંશ છે. જીવનની પ્રત્યેક પળ તે સાચા અર્થમાં જીવે છે. અને એના કારણમાં છે એક રમત. પોલીએનાના પિતાજી જ્યારે જીવતા હતા, ત્યારે નાનકડી પોલીએના માટે મિશનરી સંસ્થાને એક ઢીંગલી માટે અરજી કરી હતી. એ સંસ્થા પાસે બાળકી માટે ઢીંગલી નહોતી પણ અપંગ માણસ માટેની કાંખઘોડી પડી હતી. તો ઢીંગલીને બદલે એ કાંખઘોડી મોકલી આપી !! અને એક નાનકડી બાળકીને રમવા માટે મળે છે ઢીંગલી ને બદલે ઘોડી. પણ…. પણ એના પિતાએ એને શીખવ્યું હતું કે કોઈ પણ વસ્તુ કે વાત માટે હંમેશાં ખુશ થવું. પોલીએનાએ એના પિતાજીને પૂછયું હવે આ વસ્તુ માટે ખુશ કઈ રીતે થવું ? ત્યારે પિતાએ કહ્યું, ‘તારે એમ વિચારીને ખુશ થવું કે તારે આ કાખઘોડીની જરૂર તો નથી ને !! તારે તો બે પગ છે ને !!
 

અને નાનકડી પોલીએના સાચે જ ખુશ થઈ ગઈ. તેના પિતાએ આ રમતનું નામ પાડ્યું હતું ‘રાજી રહેવાની રમત’ અને જેમ રમત રમવી મુશ્કેલ બને ત્યારે પણ રમાવી જ જોઈએ અને બને તેટલા વધુ લોકોને આ રમત રમવામાં સામેલ કરવા. અને પોલીએનાનું ચાલુ થયું… આ રમત રમવાનું અને રમાડવાનું.
 

માસી…. મિસ પોલી તો તેની કોઈ વાતમાં રસ લે એમ નહોતાં. અને તેણે પોલીએનાને તેના પિતાજી વિશેની કોઈ પણ વાત કરવાની મનાઈ કરી હતી. તેથી પોલીએના આ રમતની વાત માસીને કરી શકતી નહોતી. પણ માસીની નોકરાણી મિસ નેન્સી સાથે પોલીએનાની રમત અનાયાસે શરૂ થઈ ગઈ હતી.

એકવાર નેન્સીએ કંટાળાથી પોલીએનાને કહેલું – મને મારું નામ જરાએ ગમતું નથી. કેવું વિચિત્ર છે ? તમે ખુશ થવાનું કહો છો. આમાં મારે ખુશ કઈ રીતે થવું ?
અરે એમાં શું ? – પોલીએનાએ અનાયાસે જ તરત જ રમત શીખવાડવી ચાલુ કરી. ‘તમારું નામ હેફઝિબા’ કે એવું કંઈ તો નથી ને ? એના કરતા તો નેન્સી સારું ને ?’
‘અને મને સોમવાર તો જરાય ન ગમે. એમાં શું કરવું ?’
‘અરે આજે સોમવાર ગયો.. હાશ ! હવે છ દિવસ સુધી તો નથી આવવાનો ! એમ માનીને ખુશ ન થઈ શકાય ?’

રમત જેમ અઘરી, એમ જ રમવાની મજા આવે ને ? ખુશ થવાનું શોધવું જેમ અઘરું તેમ એ શોધવાની વધુ મજા ન આવે ?

પોલીએનાને અરીસો… સરસ પડદાવાળો રૂમ વિ. ખૂબ જ ગમતું. પણ માસીએ જ્યારે તેને કોઈ જ અરીસા-બારીના પડદા કે કોઈ જ વસ્તુઓ વિનાનો રૂમ રહેવા આપ્યો (હકીકતે આ નાનક્ડી અનાથ બાળકીને હતું કે મારા માસી ખૂબ શ્રીમંત છે તેથી હવે મને આવું બધું મળશે એમ માની લીધું હતું. પણ માસી શ્રીમંત તો ખૂબ હતાં…. પણ….) ત્યારે આ બહાદુર બાળકીએ તરત જ રમત યાદ કરીને ખુશ થવાનું કારણ શોધી કાઢ્યું કે સારું થયું. અરીસો નથી તો મારે મારા મોઢા પરના શીળીના ચાંઠાં જોવાં તો નહી પડે !!! કે બારીમાં પડદા નથી તો સરસ ખુલ્લી હવા પણ મળે છે ને સામેનું સરસ દ્રશ્ય પણ જોઈ શકાય છે.

 

અને ધીમે ધીમે આ બાળકી આખા ગામના સંપર્કમાં કેવી રીતે આવતી ગઈ…. સામેથી દરેકની સાથે કેવા ઉત્સાહથી વાતો કરતી ગઈ ને જાણ્યે-અજાણ્યે પોતાના ઉત્સાહનો, આનંદનો ચેપ બધાને લગાડતી ગઈ, બધાને રાજી રહેવાની રમત કઈ રીતે શીખવાડતી ગઈ… રમતાં કરી ગઈને કેટકેટલાના જીવનમાં સુખના આનંદના દીપ પ્રગટયાં. એનું ખૂબ સરસ, સ્વાભાવિક ચિત્રણ લેખિકાએ ખૂબ સુંદર પ્રસંગો દ્વારા કર્યું છે.
 

વાર્તાની પરાકાષ્ટા આવે છે પોલીએનાના એક્સિડેન્ટથી ને સતત હસતી…. હસાવતી છોકરી પેરેલિસીસને લીધે હવે કાયમ માટે ચાલી શકવાની નથી. ડૉકટરના એ નિદાને પોલીએનાની ખુશી છીનવી લીધી ત્યારે પોતે તેના પિતાને કહેતી હોય તેમ સતત અનુભવે છે… ‘બાપુ, આમાં હું કોઈ રીતે ખુશ થઈ શકતી નથી. હું તમારી શીખવાડેલી રમત રમી શક્તી નથી. નથી રમી શક્તી….’ અને જીવનમાં પહેલી વાર પોલીએના દુ:ખી, નિરાશ થયા છે. પણ…. પણ ત્યારે શરૂ થાય છે એક નવો વળાંક…..
 

અત્યાર સુધી લગભગ આખા ગામમાં દરેકને આ નાનકડી છોકરીએ આ રમત શીખવાડી હતી. ને બધાને રમતા કરી રાજી કર્યાં હતાં. એ દરેક જણ પોલીએનાના અકસ્તમાતના સમાચાર સાંભળી તેના માસીને ઘેર સતત આવે છે. એની માસીને આશ્ચર્ય થાય છે. આટલા બધા આ છોકરીને કઈ રીતે ઓળખે ? બધા કહેતા હતા, ‘તમે તમારી ભાણેજને અમારો સંદેશો આપો કે અમે એની રમત રમવાની શરૂ કરી છે ને ચાલુ રાખી છે ને અમે બધા ખૂબ ખુશ છીએ ને એ સાંભળી કદાચ એ પણ ખુશ થઈ શકશે ? ત્યારે માસીને પૂછવું પડ્યું કે કઈ રમત ? કારણ માસી એ તો પોલીએનાને મનાઈ કરી હતી કે તના પિતા વિશેની કોઈ વાત તેને કરવી નહીં. પરિણામે પોલીએના ક્યારેય તેના માસીને જ આ રમત વિશે કહી શકી નહોતી !!
 

અને ત્યારે માસીને ‘રાજી રહેવાની રમત’ શું છે એ ખબર પડે છે. આટલા બધાનો પોલીએના પ્રત્યેનો પ્રેમ જોઈ જીવન પ્રત્યેનો તેનો અભિગમ બદલાય છે અને બહારથી શુષ્ક, કઠોર જણાતી માસીની સંવેદનશીલતા બહાર આવે છે. અને તેના લગ્ન પણ થાય છે ને તે લગ્ન પોલીએનાની પથારી પાસે થાય છે. પોલીએનાને ચાલતી કરવાના શક્ય ઉપાયો થાય છે. માસીનું બદલાયેલું જીવન પોલીએનાને ફરીથી ઉત્સાહિત કરી દે છે. અને અચાનક પોલીએનાને પોતાના પિતાની રાજી રહેવાની રમત આ સંજોગોમાં પેરેલિસીસવાળી અપંગ સ્થિતિમાં પણ કેમ રમવી એ સૂઝે છે… ને તે ખુશખુશાલ થઈને બોલી ઊઠે છે. ’હા, મારે પણ ક્યારેક તો પગ હતા ને !!! હું ચાલી શકતી હતી…. આ વાતે હું કેમ ખુશ ન થઈ શકું ?’ અને ફરી પોલીએના ખુશખુશાલ થઈ જાય છે…. અહીં પુસ્તક પૂરું થાય છે.
 

વાર્તામાં ઘણા સુંદર પ્રસંગો છે. કઈ રીતે કેવા કેવા સંજોગોમાં કેટકેટલાના જીવનમાં કેવા પરિવર્તન આ બાળકીના ઉત્સાહી સ્વભાવને લીધે તથા રાજી રહેવાની આ રમત શીખી જવાથી આવ્યા, તેનું સુંદર નિરૂપણ છે.

પુસ્તક વાંચ્યા પછી મનમાં એક જ અનુભૂતિ જાગે છે. આપણે દરેક વ્યક્તિ આ રમત કદાચ પૂર્ણરૂપે નહીં તો યે આંશિક રીતે પણ રમતા શીખી શકીએ ને રમતા થઈ જઈએ તો જીવનમાં સુખ ક્યારેય ગેરહાજર ન રહે.

આપણે સંજોગો તો નથી બદલી શક્તા પણ દરેક પરિસ્થિતિમાંથી કંઈક શોધીને ખુશ થવાનો પ્રયત્ન કરીએ તો જીવનને રમતની માફક રમી શકાય ને આપણા તથા અન્યના જીવનમાં પણ આનંદની ક્ષણોને જરૂર આવકારી શકીએ ને.

Subjects

You may also like
  • Aagaman
    Price: रु 150.00
  • Ghata
    Price: रु 135.00
  • Mansar
    Price: रु 150.00
  • Nazirni Gazalo
    Price: रु 120.00
  • Suna Sadan
    Price: रु 90.00
  • Parab
    Price: रु 150.00
  • Ej Zarukho Ej Hinchko
    Price: रु 135.00
  • Krishnamurti Paddhati
    Price: रु 150.00
  • Kundaliyo Nu Falkathan Ane Upayo
    Price: रु 150.00
  • Grahoni Drashtiye Kundaliyo
    Price: रु 51.00
  • Manav Jivan Upar Grahoni Asar
    Price: रु 135.00
  • Vastushastra
    Price: रु 80.00