Santaan Uchher Ni Bhet
Title : સંતાન - ઉછેરની ભેટ
Author : સંજીવ શાહ
શું તમારા સંતાનોથી હેરાન પરેશાન છો? શું બાળકો તમને ગાંઠતા નથી? તમારું કહ્યું માનતા નથી? શું તમે તમારા સંતાનોને કશું શીખવી શકતા નથી? શું તમે તમારા સંતાનોને સારા માનવ બનાવવા માંગો છો?
જેમ ઘરમાં વાયોલીન વસાવવાથી આપમેળે કુશળ વાયોલિનવાદક થઇ જવાતું નથી તેમ બાળકોને જન્મ આપવા માત્રથી માતાપિતા બની જવાતું નથી: અને તેથી જ બધા માતાપિતા પાસે બાળકો હોય છે પરંતુ બધા બાળકો પાસે માતાપિતા હોતા નથી.
બાળકોના પાલન,પોષણ,શિક્ષણ અને લગ્ન સિવાય તેમના પ્રત્યે માતાપિતાની મૂળભૂત જવાબદારીઓ શું છે? સંતાન-ઉછેર વિશે આપણે શું ગેરસમજો ધરાવીએ છીએ? સંતાન-ઉછેરની પ્રક્રિયામાં માતા/પિતા શું ભૂલો કરતાં હોય છે?
આ બધા વિશે વિચાર અને ચિંતનમાં તમને મદદ કરશે સંતાન-ઉછેરની ભેટ