Soneri Dhumketuno Pichho - Jules Verne
સોનેરી ધૂમકેતુનો પીછો (Gujarati Translation of The Chase of The Golden Meteor)
બહુ જ ઓછા લેખકો એવા હોય છે, જેમની વાર્તાઓ બધી જ ઉંમરના વાચકોને એકસરખો રસ પડે! આવા બહુ ઓછા લેખકોમાં જૂલે વર્નનું સ્થાન નંબર વન પર છે! આ નવલકથા Scientific Fantacy હોવાથી જે તે ઉંમરના વાચકને પોતાની વાસ્તવિક દુનિયાથી દૂર લઈ જઈ કોઈ નવી જ, કોઈ નોખી-અનોખી દુનિયામાં વિહરતો કરી દે છે. વિજ્ઞાન એવા વિષયમાં જેને રસ-રુચિ ન હોય એવો વાચક પણ આ નવલકથા વાંચવાનું શરૂ કરે, તો એને પૂરું વાચન કરીને જ મૂકે એવી લત લગાડી દેતું અદ્ભુત પુસ્તક! વાચનની લત લગાડતું એક અદ્ભુત પુસ્તક!
જૂલે વર્નનાં ખ્યાતનામ પુસ્તકોમાં ‘જર્ની ટુ ધ સેંટર ઓફ ધ અર્થ’ (1864), ‘ફ્રોમ ધ અર્થ ટુ ધ મુન’ (1865), ‘ટ્વેંટી થાઉઝંડ લીગ્સ અંડર ધ સી’ (1869) તેમજ ‘અરાઉંડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેયઝ’ (1872)નો સમાવેશ થાય છે. તેમનાં પુસ્તકો વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદિત થયાં છે. વિજ્ઞાનકથાઓના સાહિત્યમાં જૂલે વર્ન અમર રહેશે!