Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Thomas Alva Edison (Biography)
Yogendra Jani
Author Yogendra Jani
Publisher Aadarsh Prakashan
ISBN 9789352381906
No. Of Pages 144
Edition 2020
Format Paperback
Language Gujarati
Price रु 150.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635266179794034943.jpg 635266179794034943.jpg 635266179794034943.jpg
 

Description

Thomas Alva Edison (Biography)
 

વીજળી બલ્બની શોધ કરી દુનિયાને પ્રકાશથી ઝળહળતી કરનાર થોમસ એડીસન ૮પ વર્ષ જીવ્યા. આટલા વર્ષમાં એમણે કુલ અડસઠ શોધની પેટન્ટ કરાવી હતી. થોમસ અડસઠ વર્ષના હતા ત્યારે એમની ૬ માળની પ્રયોગશાળા આગથી બળીને રાખ થઇ ગયેલી. વૃદ્ધાવસ્થા અને આવી ભયાનક સ્થિતિ છતાં પણ આ વૃદ્ધે બળતી પ્રયોગશાળાની સામે ઊભા રહીને આત્મવિશ્વાસથી કહ્યું હતું: 'હું હજુ અડસઠ વર્ષનો જ છું. આવતીકાલથી નવા જીવનની શરૂઆત કરીશ. જે સમયે આગની જ્વાળાઓ શાંત થશે કે તરત જ હું ફરી આવી પ્રયોગશાળા ઊભી કરીશ.
 
મારું અધૂરું કાર્ય આગળ ધપાવીશ.’ માણસ વૃદ્ધ હોય કે યુવાન, આવો આત્મવિશ્વાસ જ એને સફળતા અપાવે છે. રોદણાં રડનાર નિષ્ફળ ના જાય તો જ નવાઇ ગુજરાતીમાં કહેવત છે: 'રડતો જાય એ મૂંઆની ખબર લઇને આવે’ થોમસ એડીસન કહે છે સફળતા મેળવવા માટે ત્રણ મહત્ત્વના ગુણ જરૂરી છે: આકરી મહેનત, ધ્યેયની શુદ્ધતા અને સામાન્ય બુદ્ધિ નિષ્ફળ માણસ જે કામ કરવામાં આળસ કરતો હોય છે એ જ કામ સફળ થયેલો વ્યક્તિ ખંતપૂર્વક કર્યા જ કરતો હોય છે. થાક ખાતી વખતે પણ જે વ્યક્તિ પગ વાળીને બેસે નહીં એ જ પોતાના ધ્યેયને સિદ્ધ કરી શકે છે. એડીસન દિવસના ૨૪ કલાકમાંથી મોટાભાગનો સમય કામમાં ગળાડૂબ રહેતા.
 
તેમનાં સંશોધનોએ એમને અઢળક સંપત્તિ અપાવી, પણ જીવનના અંત સુધી તેમને સંપત્તિનો મોહ નહોતો. તેમના જીવનનું ધ્યેય એક જ હતું કે લોકોના જીવનને સરળ બનાવે તેવી શોધ કરવી. એડીસન સંશોધનો દરમિયાન ઘણીવાર નિષ્ફળ ગયા. એડીસન કહે છે કે મેં જીવનમાં એવી ઘણી વસ્તુઓની શોધ કરી છે જે તદ્દન ઉપયોગ વગરની હોય. કામ કરીએ ત્યારે આવું બધું તો ચાલ્યા કરે. આવી અનેક નિષ્ફળતાઓમાંથી જ બલ્બ શોધાયો હતો. તમારી પાસે શું છે તેના કરતાં તમે શું છો તે સૌથી વધારે અગત્યનું છે. હારી-થાકીને કે કંટાળીને સંશોધનની પ્રક્રિયા પડતી મૂકનારને એ પળે બિલકુલ ખ્યાલ હોતો નથી કે એ નવી શોધથી માત્ર બે વેંત જ દૂર હતો.
 
હું કરોળિયાની જેમ પ્રયત્ન કર્યા જ કરું છું. સફળતા મળે ત્યાં સુધી સહેજ પણ હાર્યા વગર ઉત્સાહથી પ્રયોગ કર્યા જ કરું છું. આપણને પ્રભુએ આપેલી શક્તિને આપણા કામ પાછળ લગાડી દઇએ તો અદ્વિતીય સફળતા મળે છે એવી સફળતા કે એ જોઇને આપણે પોતે પણ આશ્ચર્યચકિત થઇ જઇએ. થોમસ જ્હોન વોટસનને વિશ્વના શ્રેષ્ઠ સેલ્સમેન કહેવાય. તેમણે આઇબીએમ જેવી માતબર કંપની સ્થાપી. દુનિયાના અબજોપતિઓમાં તેમની ગણના થાય છે. એમણે પણ સફળ થતાં પહેલાં નિષ્ફળતાનો સ્વાદ ચાખેલો. એ કહે છે, કોઇની નકલ ના કરશો. જરા હટકે કરો. જાતે જ અવનવા રસ્તા શોધો. તમારી બધી જ આવડતનો ઉપયોગ કરો. એવું કંઇક જુદું કરો કે બીજા કોઇએ વિચાર્યું જ ન હોય.
 
Courtesy : કિશોર મકવાણા

Subjects

You may also like
  • Aatam Vinjhe Paankh
    Price: रु 300.00
  • Agan Pankh (Gujarati Translation of Wings of Fire)
    Price: रु 225.00
  • Sardar Patel Ek Sinh Purush
    Price: रु 500.00
  • Bakshinaama
    Price: रु 650.00
  • Billo Tillo Touch
    Price: रु 225.00
  • Dharti Jyaan Dhingan Manekh
    Price: रु 100.00
  • Sampatti Nu Sarjan (Gujarati Translation of The Creation of Wealth) A Tata
    Price: रु 350.00
  • Addhe Raste
    Price: रु 160.00
  • Sidha Chadhaan
    Price: रु 170.00
  • Dhirubhaism (Gujarati)
    Price: रु 125.00
  • Avrodho Ni Aarpaar
    Price: रु 120.00
  • Mara Anubhavo
    Price: रु 225.00