Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Vivekanand: Jeevanna Ajanya Satyo
Shankar
Author Shankar
Publisher WBG
ISBN 9789382345046
No. Of Pages 255
Edition 2014
Format Paperback
Language Gujarati
Price रु 195.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
8067_vivekanandjeevanajanya.Jpeg 8067_vivekanandjeevanajanya.Jpeg 8067_vivekanandjeevanajanya.Jpeg
 

Description

Vivekanand: Jeevanna Ajanya Satyo

 

વિવેકાનંદ : જીવનના અજાણ્યા સત્યો - શંકર

સ્વામી વિવેકાનંદના આધ્યાત્મિક વિચારો અને જાહેર જીવન વિશે તો આજ સુધીમાં ઘણું લખાયું છે. પણ એક વ્યક્તિ તરીકેના સ્વામીજીના અંગત જીવન વિશે પ્રમાણમાં ઓછું લખાયું છે. આ પુસ્તકમાં તેના લેખક શંકરે આ ખોટ પૂરવાનો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. અગાઉ પ્રગટ થયેલી બધી સામગ્રીનો અભ્યાસ કરીને, સ્વામીજીના અંગત જીવનની ઘણી બધી રસપ્રદ વાતો તેમણે અહીં રજૂ કરી છે. મૂળ બંગાળીમાં લખાયેલી આ પુસ્તકની આજ સુધીમાં એક લાખ નકલ વેચાઇ ગઇ છે. ૨૦૧૧માં પેનિ્ગ્વને પ્રગટ કરેલો તેનો આ અંગ્રેજી અનુવાદ પણ એક બેસ્ટ સેલર બુક બન્યો છે.

સ્વામી વિવેકાનંદના સાર્ધ શતાબ્દી વર્ષનો બંગાળમાં ન હોય એટલો હરખ ગુજરાતમાં છે. સારું. પણ એમાં શરમેધરમે ભેટ/ઈનામમાં અપાતા એના એ ઉપદેશાત્મક કે ડાહ્યાડમરા જીવનચરિત્રાત્મક પુસ્તકોને બદલે વાંચવા જેવા બે પુસ્તકો ન વાંચીએ, તો સ્વામીજીના શબ્દોમાં હજુ સૂતેલા પડેલા જ કહેવાઈએ! એક બૂક તો અંગ્રેજીમાં છે, ને વળી પોલિટિકલ વ્યૂઝવાળી છે. જ્યોતિર્મય શર્માની 'કોસ્મિક લવ એન્ડ હ્યુમન એપથી' ઃ એટલે એનો કદાચ વેકેશનમૂડમાં અપચો થાય, પણ અંગ્રેજી, બંગાળી, મરાઠી, તમિલ જેવી ભાષાઓ બાદ ગુજરાતીમાં પણ આવેલું શંકરનું આ બેસ્ટસેલર પુસ્તક જરૃરથી વાંચવા જેવું છે. જેમાં 'માનવી' વિવેકાનંદનો પૂરા સંશોધન પછી અને પરિચય છે. વિવેકાનંદની જીંદગીની ઝીણી ઝીણી વાતો. એમના સગાંઓ સાથેના સંબંધો, આર્થિક સ્થિતિની મૂંઝવણો, માતા... એમની રસોઈકળા અને ભોજન પ્રત્યેનો ઈશ્વર સમકક્ષ ભરપૂર લગાવ! વિવેકાનંદ કેવી મસ્ત રસોઈ બનાવતા અને અમેરિકાથી પત્રો લખી સામગ્રી મંગાવતા! આઈસક્રીમ તો એમને એટલો ભાવતો કે એ દેવતાઓનું ભોજન આઈસ્ક્રીમ કહેતા! અને દિવ્યતાની લોકપ્રિય આભાથી ઉલટું એમને યૌવનમાં જ કેવી કેવી બીમારીઓએ ઘેરી લીધા અને કેવી પીડામાંથી એ સ્વાસ્થ્યની પસાર થયા - એટુઝેડ એબાઉટ સ્વામી વિવેકાનંદ

આ પુસ્તકના લેખક શંકર (મણી શંકર મુખર્જી)નું સ્થાન બંગાળીમાં સૌથી વધુ વેચાતા અને વંચાતા નવલકથાકારોમાં છે. ચૌરંઘી, સીમાબદ્ધ, જન અરણ્ય, વગેરે તેમની જાણીતી નવલકથાઓ છે તેમાંથી પાછલી બે પરથી સત્યજીત રાયે બનાવેલી ફિલ્મોને પણ અસાધારણ મળી હતી.

Subjects

You may also like
  • Aagaman
    Price: रु 150.00
  • Ghata
    Price: रु 135.00
  • Mansar
    Price: रु 150.00
  • Nazirni Gazalo
    Price: रु 120.00
  • Suna Sadan
    Price: रु 90.00
  • Parab
    Price: रु 150.00
  • Ej Zarukho Ej Hinchko
    Price: रु 135.00
  • Krishnamurti Paddhati
    Price: रु 150.00
  • Kundaliyo Nu Falkathan Ane Upayo
    Price: रु 150.00
  • Grahoni Drashtiye Kundaliyo
    Price: रु 51.00
  • Manav Jivan Upar Grahoni Asar
    Price: रु 135.00
  • Vastushastra
    Price: रु 80.00