Albert Einstein: A Biography (Gujarati Translation) by Ellis Calprice આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જન્મ જર્મનીના ઉલ્મમાં ૧૮૭૯ની ૧૪મી માર્ચે થયો હતો,આઈન્સ્ટાઈન પ્રખર ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞા હતા આઇન્સ્ટાઇન પશ્ચિમી દુનિયામાં રહેતા હોવા છતાં ધન પ્રત્યે તદ્દન અનાસક્ત હતા. એમણે શ્રેષ્ઠતા, માનસન્માન કે ખિતાબોની ક્યારેય પરવા કરી નહોતી કે પોતાની પ્રશંસા થાય એવી ઝંખના સેવી નહોતી. એમણે કહ્યું, 'મારા સંશોધન ઉપરાંત મને જો કોઈ બાબતમાં આનંદ મળતો હોય તો તે મારા વાયોલિનવાદનથી, મારી મુસાફરી કરવાની હોડીથી તેમજ મારી સાથી કાર્યકરોની પ્રશંસાથી.' આઇન્સ્ટાઈનની અપાર નમ્રતા દ્રષ્ટાંતરૃપ ગણાય. તેઓ કહેતા, 'કોઈ પણ સિદ્ધિને માટે હું યશનો દાવો કરતો નથી. મારામાં કોઈ વિશિષ્ટ શક્તિ નથી. હું એક અતિ જિજ્ઞાાસુ માનવી છું.' એક અર્થમાં કહીએ તો આઇન્સ્ટાઇન પોતાનાં સંશોધનોની બાબતમાં વિશિષ્ટ ભાવ ધરાવતા હતા. કોઈપણ આવિષ્કાર થાય તો એનો આનંદ અનુભવતા હતા, પરંતુ એને માટે ગર્વ અનુભવવાને બદલે એમ વિચારતા કે યોગ્ય રીતે અનેક પરિબળો એકત્ર થાય પછી કોઈ ઘટના આકાર લેતી હોય છે. એ ઘટના, શોધ કે વિચારના ભાવિનું નિર્ણાયક વિશ્વ સ્વયં હોય છે. આપણે એના અંશમાત્ર હોઈએ છીએ. આમ, આઇન્સ્ટાઈનને પોતાની સિદ્ધિ કે પોતાનાં સંશોધનો પ્રત્યે એક પ્રકારનો નિર્મોહ હતો. આ અસાધારણ વ્યક્તિત્વની જીવનગાથા રોચક, પ્રેરક અને ઉપયોગી થઇ રહેશે.