Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Sadhnapath
Osho
Author Osho
Publisher Pravin Prakashan Pvt. Ltd.
ISBN 9789380443997
No. Of Pages 145
Edition 2013
Format Paperback
Language Gujarati
Price रु 100.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635195347500865205.jpg 635195347500865205.jpg 635195347500865205.jpg
 

Description

સાધનાપથ

ઓશો

‘‘અપની હી કરની કા ફલ હૈ નેકિર્યાં''
 આપકે હી પીછે ચલેગી આપકી પરછાઇર્યાં''


      જીવન પર્યંત અને મૃત્‍યુ બાદ પણ સતત જે વિવાદિત રહ્યા, જેણે પોતાના અત્‍યંત ચુંબકીય વ્‍યકિતત્‍વ, મેઘાવી અનેપ્રભાવ શાળી, વાણીવિચારથી માત્ર ભારત નહી, વિશ્વના સેંકડો બુધ્‍ધિજીવીઓના જીવનને ચેતનાસભર બનાવ્‍યા તેવા ‘‘ઓશો'' રજનીશની ચાલીસ વર્ષ પહેલા દ્વારકામાં જેણે ‘‘મૈં મૃત્‍યુ શિખાતા ર્હૂં'' પ્રવચનમાળા, યોજેલી તે પુષ્‍કરભાઇ ગોકાણીએ રાત્રે એક બેઠકમાં ઓશોને પૂછયું કે, જો પૃથ્‍વી  ઉપરથી તમામ પુસ્‍તકોનો નાશ કરવાનો હોય તો કયા બે પુસ્‍તકો બચાવી લેવા જોઇએ ?' ઓશોએ કહેલું કે, એક સૂફી ‘ધ હકાઇ' અને બીજુ ઝેન પુસ્‍તક ‘ઝિંગ ઝોંગ મીંગ' કારણ કે માનવ-જીવનની તમામ પ્રજ્ઞા આ બે પુસ્‍તકો અંદર સમાયેલી છે,

પોતાના જીવનકાળમાં રજનીશે અલગ-અલગ વિષયો પર હિન્‍દી-અંગ્રેજીમાં ૯ હજાર કરતાં વધારે પ્રવચનો આપેલા જે ૬પ૦ કરતા વધુ પુસ્‍તકોમાં સંગ્રહીત છે. ઓશો વિશ્વમાં આધ્‍યાત્‍મિક ક્રાંતિ કરવા માંગતા હતાં. જે તેનું સ્‍વપ્‍ન  પુર્ણ ન થયું. સ્‍વ.વડાપ્રધાન ઇન્‍દિરા ગાંધી તેને સક્રિય રાજકારણમાં જોડવા માંગતા હતાં પણ ધર્મ અને રાજકારણ આ બન્‍ને દ્વારા માનવજાતની જે દુર્દશા થઇ છે. તેનાથી કૃધ્‍ધ ઓશો એ ગંદકીને જ તો માનવમનમાંથી દૂર કરવા માંગતા હતા.

      આજે સમગ્ર વિશ્વ કોઇને કોઇ વાસ્‍તવિક, કે કાલ્‍પનિક ભયના ઓથાર હેઠળ જીવે છે. વિકસિત અને અમીર અમેરિકા જેવાને પોતાનો જ વિકાસ જો વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી બેસશે તેવા ભયે ઉપર એલિયન અને નીચે ઉતર કોરિયા સતાવે છે તો ભારત જેવા દેશો તેની ગરીબી અને બેહાલીથી ત્રસ્‍ત છે તો વળી ઇસ્‍લામિક કે અન્‍ય ધાર્મિક રાષ્‍ટ્રો ખુદના જ બંધિયારણામાં ગૂંગળાઇ રહ્યા છે. અજ્ઞાનતાવશ અંધકારમાં ભટકતા અને દુઃખી થતાં એ દરેક જીવે તેમાંથી મુકત થવા ‘ઓશો' એ દોહરાવેલા બુધ્‍ધના શબ્‍દો ‘અપ્‍પો દીપો ભવઃ' ‘તારો દીવો તું પોતેજ બન' અપનાવવા પડશે.

      ઓશો જયારે આચાર્ય હતા ત્‍યારે તેમણે રાણકપુર પાસે ‘મૂછાળા - મહાવીરજી' નામના સ્‍થળે ૩-૬-૧૯૬૪ થી ૮-૬-૧૯૬૪ દરમિયાન શ્રી હરીલાલજી કોઠારી હસ્‍તક યોજાયેલ શિબિરના વિચારો ‘સાધના પથ' શીર્ષક હેઠળ હિન્‍દીમાં પુસ્‍તકરૂપે પ્રગટ થયેલ જેને આત્‍મસાત કરનાર સ્‍વ. દુર્લભજીભાઇ ખેતાણીએ તેનો ગુજરાતી અનુવાદ કરેલો જે જીવન જાગૃતિ કેન્‍દ્ર મુંબઇ દ્વારા જૂન ૧૯૬પ માં પ્રગટ થયેલો. પછી વર્ષો સુધી, અપ્રાપ્‍ય રહેલું આ પુસ્‍તક ર૦૧ર માં પ્રવિણ પ્રકાશને નજીવા ફેરફાર સાથે સાવ બેઠી ઉઠાંતરી કે નકલ કરી આજ શીર્ષક આપી છાપ્‍યું છે ત્‍યારે અંદરથી સ્‍વ. દુર્લભજીભાઇ ખેતાણીનું નામ ગાયબ કરી તેની મહેનતની કદર કરવામાં ઉણપ દર્શાવી છે.

      પોતાના અણઉકેલ પ્રશ્નોનો બોજ હલકો કરવા મનુષ્‍ય ધર્મના નામે આડા - ઊભા ચાંદલાવાળા ધાર્મિક હાટડીઓ ખોલી બેઠેલાઓના પ્રભાવમાં ઉલમાંથી ચૂલમાં પડે છે ત્‍યારે ઓશો કહેતાં કે હું ધર્મ નહી, ધાર્મિકતા શીખવું છું, કોઇ મનુષ્‍ય ‘ગીતા' ને તો કોઇ ‘કુરાન' કે ‘બાઇબલ' કે કંઇ ને કંઇ પકડી મનુષ્‍યો બેસી ગયા છે. માત્ર નિર્જીવ શબ્‍દોને પકડી માણસે પૃથ્‍વી પર ધર્મના નામે કત્‍લેઆમ ચલાવી છે. જે ધર્મગ્રંથો મનુષ્‍ય-મનુષ્‍યને જોડી નથી શકતાં તે મનુષ્‍યને પરમાત્‍મા સાથે કઇ રીતે જોડશે? જયાં સુધી તમારા અને પરમાત્‍માની વચ્‍ચે આવું કંઇ પણ હશે ત્‍યાં સુધી તમે તેને શી રીતે અનુભવી શકશો ? તેઓ કહેતા કે તમે મારા શબ્‍દોને પકડશો નહિ. મારુ કહેલું અંતિમ સત્‍ય માની લેશો નહિ, તમે કોઇની નહિ પણ ખુદની આંખે જ જોતા શીખો. તમે મારા વિચારોને પકડશો નહિ કારણ કે હું તો જેમ કાંટા દ્વારા કાંટો નીકળે  તેમ વિચારો દ્વારા વિચારોને કાઢવા આવ્‍યો છું!

      જો આપણું જીવન કંટાળો ઉપજાવે તેવી ઘટનાઓની ઘટમાળ જેવું બની ચુકયું હોય, તેનો અર્થ અને અભિપ્રાય સાવ ખોવાઇ ચૂકયા હોય, જીવન નકામું અને બોજરૂપ લાગતું હોય, અંતરનો અંધકાર જીવનનો આનંદ હણી ચૂકયો હોય તો તે જીવન નહી માત્ર મૃત્‍યુની પ્રતિક્ષા ‘મરવા વાંકે જીવવું' જ છે. ધૃણા ધૃણાને જગાડે છે.

      પ્રેમ પ્રેમને જગાડે છે. આપણે જે આપીએ છીએ તે જ આપણા પ્રત્‍યે ફરીને આવે છે એ શાશ્વત નિયમ છે. તો તમે જે મેળવવા માંગતા હો તે જગતને આપો. ફુલોને ઉગાડવા માટે જમીન તૈયાર કરવી પડે છે. નકામું ઘાસ તો આપમેળે ગમે ત્‍યાં ઊગી જાય છે. જીવવાનાં નાટકમાંથી મુક્‍ત કરી સાચું જીવન કેમ જીવવું? જીવનમાં ‘શાંતિ' મેળવવા સાધનાની શરૂઆત કેમ કરવી તે આ પુસ્‍તક આપને શીખવશે.

      જ્‍યારે આપણે કામમાં પ્રવૃત હોઇએ છીએ ત્‍યારે તેમાંથી મુક્‍ત થવા ઉતાવળાં હોઇએ છીએ અને જ્‍યારે આપણે પ્રવૃતિ વીનાના હોઇએ ત્‍યારે કંટાળીને કંઇ કામ શોધવા અધીરા બનીએ છીએ આવી દ્વિધા શા માટે? જ્‍યારે ‘શાંત'સ્‍થિતિમાં આપણને આપણી જાતનો પરીચય થાય ત્‍યારે એ સત્‍યથી ભાગવા આપણે સતત ક્રિયારત રહીએ છીએ ‘સ્‍વ'ને ભુલી જઇએ છીએ અને એ જ ભીડથી બહાર લાવવાનું સાધન છે ‘ધ્‍યાન' ધ્‍યાન એ  કોઇ ક્રિયા નથી કે તેને શીખી શકાય કે કરી શકાય તે તો ક્રિયા શૂન્‍યતાની સ્‍થિતિ છે. કેટલાંક કહેવાતાં સાધકો ધ્‍યાનમાં મનને ‘વિચારમુકિત' કરવા તેનું દમન કરવા પર ભાર મૂકે છે. ઓશોના મતે વિચારોને દબાવી દેવાથી કોઇ ફરક પડતો નથી. કારણકે તે પ્રતિક્ષણ ઉત્‍પન્‍ન થયા જ કરે છે, તેને મારવાની પણ જરૂર નથી કારણકે દરેક વિચાર પોતાની જાતે ઉદભવી જાતે જ નાશ પામે છે તેનુ સ્‍થાન ખૂબ જ જલદી ‘નવા વિચાર' લઇ લે છે એટલે  એ ભાંજગડમાં પડવાને જે બાહ્ય જગત સાથેની આપણી પ્રતિક્રિયામાંથી તે જ્‍ન્‍મે છે તેને શબ્‍દદેહ આપવાની આપણી પ્રવૃતિ છોડી દેવી જોઇએ. શબ્‍દોથી જગતને જાણ્‍યા બાદ શૂન્‍યથી પોતાને જાણવા શું કરવું તે માટે ઓશો કહે છે કે,

      શરીરને શિથિલ રાખો-શાંત બેસો.

      કરોડને સીધી રાખો

      શાંત,ધીમા ઊંડા શ્વાસ લો.

      મૌન થઇને શ્વાસ તરફ જોતા રહો.

      બહારના જે કોઇ અવાજ સંભળાય તે સાંભળો, પ્રતિક્રિયા ન કરો. તેનો વિચાર ન કરો માત્ર મૌન બની  સાક્ષી રૂપે સાંભળો

      માનવમન કોઈપણ સમયે બે બાબતો વચ્‍ચે અટવાયેલું રહે છે કાં તે અન્‍યના વિચારો કરી તેને ‘જજ' કર્યા કરે છે કાં અન્‍યો પોતાના વિશે શું ધારે છે, વિચારે છે તેની કલ્‍પનાઓ કર્યા રાખે છે. મનુષ્‍યનું જીવન આત્‍મકેન્‍દ્રિત બને ત્‍યારે જ તે ‘સ્‍વયં' નો અનુભવ કરી શકે તે માટે તેને પોતાના આહાર, નિંદ્રા અને વ્‍યાયામને સમ્‍યક બનાવવા પડશે. પ્રકૃતિમાં મનુષ્‍ય સિવાયના તમામ જીવો આહાર બાબતે નિયમિત અને સજાગ છે તે સ્‍વસ્‍થતા અને બિમારી દરમિયાન શું ખાવું, શું ન ખાવું તે અંગે પ્રકૃતિથી પ્રેરિત છે. જયારે માનવો આહાર બાબતે વધુને વધુ અનિヘતિ અને સ્‍વચ્‍છંદ બની રહ્યા છે. ઉત્તેજક માદક અને ભારે આહાર દ્વારા શરીર પર અત્‍યાચાર કરે છે. કેનેથવોકર નામના એક ખૂબ મોટા ડોકટરે પોતાની આત્‍મકથામાં લખ્‍યું છે કે, ‘‘હું મારા અનુભવથી કહું છું કે લોકો જે ભોજન કરે છે એના અડધાથી પોતાનું અને અડધાથી ડોકટરોનું પેટ ભરાય છે. જો તેઓ અડધુ ભોજન કરે તો ડોકટરની જરૂર જ ન રહે.'' વિશ્વમાં ભૂખે મરવાવાળા કરતા ખાઈ-ખાઈને મરનારા વધુ છે. વળી, ખાતી વખતે વ્‍યકિતની ભાવદશા કેવી છે તે પણ અત્‍યંત મહત્‍વની બાબત છે. માત્ર થોડી સમજ અને જાગૃતિ વડે આહારને ‘સમ્‍યક' (સમતોલ) કરી લેવો સહેલો છે. એ જ રીતે ‘શ્રમ' જયારથી શરમ અને દુર્ભાગ્‍ય ગણાવા લાગ્‍યો વિજ્ઞાને મનુષ્‍યના ભાગનો શ્રમ સાધનોને સોંપી દીધો ત્‍યારથી સ્‍વસ્‍થતા અને તાજગી માનવી ખોઈ બેઠો. ઉપરાંત નિંદ્રાની તો જાણે હત્‍યા જ કરવામાં આવી છે. મોડે સુધી જાગનારા અને મોડેથી જાગનારાઓની સંખ્‍યા વધતી જાય છે. તેમ તેમ શરીર અને મનના રોગીઓની સંખ્‍યા પણ વધતી ચાલી છે. સાધના પથ એક નવું ચેતનામય જીવન વિકસાવવામાં મદદરૂપ થશે જેમાં નહી હોય ચિંતા કે વિચારોનો બોજ, નહીં હોય બાવા - બાપુ કે સંપ્રદાયો - ધર્મોના બંધનની ગૂંગળામણ, નહીં હોય બુદ્ધિને નેવે મૂકી કરાતા પૂજાપાઠ - કર્મકાંડો, નહીં હોય ધાર્મિકતાના દેખાવનો દંભ, હશે માત્રને માત્ર જીવ અને શિવનો અંતરાય વિનાનો આમનો - સામનો !!

       ઈશુખ્રિસ્‍ત કહેતા કે, ‘‘આંખ હોય તો જુઓ અને કાન હોય તો સાંભળો'' અન્‍યની આંખે જોવાની અને અન્‍યોના કાને સાંભળવાની ગુલામીમાંથી તમને ‘સાધનાપથ' મુકત કરશે.

      ‘ઓશો' વિશ્વમાં આધ્‍યાત્‍મિક ક્રાંતિ કરવા ઇચ્‍છતા હતા

      પોતાના જીવનકાળમાં રજનીશે અલગ-અલગ વિષયો પર હિન્‍દી-અંગ્રેજીમાં ૯ હજાર કરતાં વધારે પ્રવચનો આપેલા જે ૬પ૦ કરતા વધુ પુસ્‍તકોમાં સંગ્રહીત છે. ઓશો વિશ્વમાં આધ્‍યાત્‍મિક ક્રાંતિ કરવા માંગતા હતાં. જે તેનું સ્‍વપ્‍ન  પુર્ણ ન થયું.

                  ઓશો જયારે આચાર્ય હતા ત્‍યારે તેમણે રાણકપુર પાસે ‘મૂછાળા - મહાવીરજી' નામના સ્‍થળે ૩-૬-૧૯૬૪ થી ૮-૬-૧૯૬૪ દરમિયાન શ્રી હરીલાલજી કોઠારી હસ્‍તક યોજાયેલ શિબિરના વિચારો ‘સાધના પથ' શીર્ષક હેઠળ હિન્‍દીમાં પુસ્‍તકરૂપે પ્રગટ થયેલ જેને આત્‍મસાત કરનાર સ્‍વ. દુર્લભજીભાઇ ખેતાણીએ તેનો ગુજરાતી અનુવાદ કરેલો જે જીવન જાગૃતિ કેન્‍દ્ર મુંબઇ દ્વારા જૂન ૧૯૬પ માં પ્રગટ થયેલો. પછી વર્ષો સુધી, અપ્રાપ્‍ય રહેલું

પરેશ રાજગોર-http://www.akilanews.com/

Subjects

You may also like
  • Bhakti
    Price: रु 120.00
  • Antsfurna (Intuition Knowing Beyond Logic)
    Price: रु 150.00
  • Samjan Shunyata
    Price: रु 190.00
  • Yog Abhyaas
    Price: रु 140.00
  • Dharma-Mahavir Vani No Anuvaad
    Price: रु 140.00
  • Yog Marg
    Price: रु 140.00
  • Naari
    Price: रु 120.00
  • Aatmiyata (Intimacy)
    Price: रु 120.00
  • Paripakvta (Maturity)
    Price: रु 130.00
  • Mukti (Freedom)
    Price: रु 130.00
  • Hridaysutra
    Price: रु 200.00
  • Dhyan Sutra
    Price: रु 120.00