શક્યતાના શિલ્પી શ્રી અરવિંદ - ગુણવંત શાહ દિવ્ય જીવનનું પરોઢ વિનોબાજીએ શ્રી અરવિંદને 'બ્રહ્મર્ષિ' કહ્યા છે. પોંડીચેરીમાં લગભગ અડધી સદીની સાધનાના પુણ્યફળ રૂપે ઉત્ક્રાંત માનવ્યના દર્શનની ભેટ માનવજાતને આપનારા શ્રી અરવિંદ અને શ્રી માતાજીના વિચારો આ પુસ્તકમાં પ્રગટ થયા છે. પરિણામે દિવ્ય જીવનના પરોઢનો આછો ઉજાસ પામવાનો પ્રત્યેક માનવીને પ્રાપ્ત થયો છે.