| 
                                                         
	Mummy Pappa Parentingni Premsabhar Pathshala By Jay Vasavada 
	  
	મમ્મી-પપ્પા પેરેન્ટિંગની પ્રેમસભર પાઠશાળા - જય વસાવડા 
	 
	આપણું કવચ એટલે 'મા' 
	'મા'ને જીવવાનું કારણ એટલે સંતાનો. 
	પિતા પુષ્પસ્વરૂપ છે,માતા પાંખડી રૂપ, 
	સંતાનો એ પુષ્પનાં પ્રગટ સુગંધ સ્વરૂપ! 
	 
	દરેક સંતાનના જીવનમાં સૌથી વધુ મહત્વના બે શબ્દો છે : મમ્મી અને પપ્પા. માતા-પિતા અને સંતાનોના સંબંધોના તાણાવાણા, બાળપણથી યુવાની સુધી સંતાનનો ઉછેર અને શિક્ષણ, માબાપ અને સંતાનોનું મનોવિશ્વ જેવા અનેક મુદ્દાઓ પરના રસપ્રદ લેખો, અત્યારના સર્વાધિક લોકપ્રિય લેખક જય વસાવડાની તોખાર કલમે. પ્રસંગો, સંસ્મરણો, ઉદાહરણો, કાવ્યપંક્તિઓ, અવતરણો, ચિત્રો, ફોટોગ્રાફ્સથી શોભતું આ તાજગીસભર પુસ્તક માત્ર પેરેન્ટિંગ કે બાલશિક્ષણ માટે જ નથી, પણ માબાપ અને સંતાનોના સંબંધોના ઊંડાણ પર પ્રકાશ પાડે છે, અને વિશાળ વાચકવર્ગને અપીલ કરે તેવું છે. 
                                                     |