Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Summerhill - Gujarati Translation
A.S.Neill
Author A.S.Neill
Publisher Oasis Publication
ISBN
No. Of Pages 390
Edition 2014
Format Paperback
Language Gujarati
Price रु 325.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
5598_summerhill.Jpeg 5598_summerhill.Jpeg 5598_summerhill.Jpeg
 

Description

સમરહિલ  - એ.એસ. નિલ

Gujarati Translation of Summerhill by A.S.Neill

ગુજરાતી અનુવાદ : અમી નાણાવટી હાથી , અલ્કેશ રાવલ , માયા સોની, સંજીવ શાહ ,ક્ષમા કટારીયા

 

 

એક અનોખી શાળા , એક ક્રાંતિકારી વિચાર : સમરહિલ



જરા કલ્પના કરો કે શું આવી શાળા હોઈ શકે ખરી ?

 

  • જ્યાં બાળકોને વર્ગમાં જવું ફરજીયાત ન હોય
  • જ્યાં બાળકો જે કરવું હોય તે કરવા સ્વતંત્ર હોય
  • જ્યાં બાળકો પર કોઈ પણ જાતની શિસ્ત થોપતી ન હોય
  • જ્યાં બાળકો જાતે જ સૌ માટે શાળાના નિયમો બનાવતા હોય
  • અને જ્યાં નિયમો તોડનારનો દંડ પણ બાળકો જાતે જ નક્કી કરતા હોય


માનો યા ન માનો, વિશ્વમાં આવી શાળા અસ્તિત્વ ધરાવે છે , જેનું નામ છે સમરહિલ. એ.એસ. નિલ દ્વારા સ્થાપિત આ શાળા યુ.કે. લંડન શહેરની નજીક ઈ.સ.૧૯૨૧ ના વર્ષથી કાર્યરત છે . કોઈ પણ મહાન વિચાર અમલમાં મુકાય ત્યારે તેના સ્વીકાર પહેલાં તેને અવગણના, હાંસી અને વિરોધના તબક્કાઓમાંથી પસાર થવું રહે છે .સમરહિલ આ સઘળાં તબક્કાઓમાંથી પસાર થયેલ એક ફિલસુફી અને એક શાળાની વાત છે .

આજે સમરહિલ શાળાને કેળવણીના ક્ષેત્રે થયેલા એક સફળ ,અનોખા અને ક્રાંતિકારી પ્રયોગ તરીકે સ્થાન મળ્યું છે આ શાળાની ફિલસુફીથી પ્રભાવિત થઇ વિશ્વભરમાંથી લોકો પોતાના બાળકોને આ શાળામાં અભ્યાસ કરવા દાખલ કરે છે .

આ પુસ્તક કેવળ શાળા વિશે નથી . એ ફક્ત બાળકોની કેળવણી વિશે પણ નથી. તે આપણને આપણાં સૌના બાળપણને તપાસવા મજબૂર કરે છે . તે આપણને શિક્ષકોની અને વાલીઓની ભૂમિકાએ તો ઘણું શીખવે જ છે , પરંતુ તે આપણાં પોતાના જીવનમાં આપણે કેટલા મુક્ત અને ખુશ છીએ તે માટે પણ આત્મચિંતન કરવા પ્રેરે છે.

એ.એસ. નિલની પદ્ધતિ બાળકનાં ઉછેર માટેનો ક્રાંતિકારી અભિગમ છે. તેમનું આ પુસ્તક એટલા માટે બેહદ મહત્વનું છે , કારણકે તે ભયમુક્ત શિક્ષણના સાચા સિદ્ધાંતોનું પ્રતિનિધિત્વ કરે છે. તમામ ગુનાઓ , તમામ નફરત , તમામ યુદ્ધોનું મૂળ છેવટે નાખુશી પર આવીને અટકી જાય છે. નાખુશી કઈ રીતે ઉદભવે છે, કઈ રીતે એ મનુષ્ય જીવનને ખતમ કરી નાખે છે , અને બાળકોને એવી કઈ રીતે ઉછેરવામાં આવે જેથી આટલી નાખુશી કદી પણ તેમનામાં ઊભી થાય નહિ તે દર્શાવવાનો આ પુસ્તકનો પ્રયાસ છે.

આ બધાં કરતા વધુ , આ પુસ્તક એ એક જગ્યાની - સમરહિલની વાર્તા છે , જ્યાં બાળકોમાં દેખાતી નાખુશીનો ઉપચાર કરવામાં આવે છે અને , વધુ અગત્યનું એ છે કે જ્યાં બાળકોને આનંદભર્યા વાતાવરણમાં ઉછેરવામાં આવે છે.

Subjects

You may also like
  • Harifai Mukta Bhai-Behen (Gujarati Translation of Siblings Without Rivalry)
    Price: रु 175.00
  • Balako No Sarvangi Vikas Kem Karsho ?
    Price: रु 125.00
  • Tamaara Balak Ne Kevi Rite Kehesho?
    Price: रु 250.00
  • Baalak Ne Sarjanatmak Kem Banavsho?
    Price: रु 100.00
  • Aapne Baalako Ne Sha Maate Bhanavie Chhie?
    Price: रु 75.00
  • Tame Tamara Baalakne Olkho
    Price: रु 190.00
  • Vidhyavaadi Na Phool
    Price: रु 155.00
  • Saheb, Mane Saambhalo To Khara
    Price: रु 205.00
  • Baalakni Shikhvaani Kshamta-Olkho Ane Viksaavo
    Price: रु 125.00