Buy Agnikanya Gujarati Book Written by Dhruv Bhatt Online at Low Prices અગ્નિકન્યા - ધ્રવ ભટ્ટ હજારો વર્ષથી હિમાલયના બરફ તળે દબાયું છે ભારતીય ગાથઓનું એક મહાન પાત્ર. હા, પાંચાલી, પાંડવોની પત્ની, દ્રુપદની પુત્રી અને આર્યાવર્તની સર્વાધિક લોકપ્રિય મહારાણી. દુનિયાએ તેને દુઃખ અને પીડાના પર્યાય તરીકે જ જોઈ છે. ધ્રુવ ભટ્ટની આગવી દ્રષ્ટી મહાભારતના આ પાત્રને સત્ય માટે પોતાનો ભોગ આપીને પણ જીવનભર લડતી રહેલી મહાનારી તરીકે આપણી સામે રજુ કરે છે. સતિત્વનો સત્યાર્થ શું છે, સ્ત્રીનું ગૌરવ શું છે તે જાણતા શ્રી કૃષ્ણ આ કથામાં સ્વયં પોતાના મોંએ પાંચાલીને કહે છે... પાંચાલી, પુરુષો સમર્થ હોતા નથી. સ્ત્રીઓ તેમને સમર્થ બનાવે છે...આ મહાન પાત્રને સમજવા આ કથા વાંચવી જરૂરી છે...