ફિટ & ફર્મ @ ફોર્ટી :અ ફિટનેસ ગાઈડ ફોર મેચ્યોરીંગ વિમેન
ડો.માલતી પી.શાહ
'ફિટ & ફર્મ @ ફોર્ટી ' મધ્ય વયની મહિલાઓને તંદુરસ્તીનું શિક્ષણ આપતું ખૂબ અગત્યનું અને સમયસરનું પુસ્તક છે.ડો.માલતી શાહ પોતાની શારિરીક અને માનસિક મનોવ્યથામાંથી કેવી રીતે સફળતાથી પસાર થાય છે એની વાત કરી આપણને તંદુરસ્તીની કાળજી કેમ રાખવી એ શીખવાડે છે. આ પુસ્તકનો બરાબર અભ્યાસ કરી અનુસરવામાં આવે તો ચોક્કસ જ તમારી જિંદગી બદલવાની ક્ષમતા આ પુસ્તકમાં છે, કારણકે એમાં તંદુરસ્ત જીવનશૈલી માટે 'કરવાના' અને 'ન કરવાના' જ્ઞાનની વ્યવહારુ ચર્ચા વિગતવાર કરવામાં આવી છે.
- ડો. રમા અશોક વૈદ્ય
પુસ્તકનું પહેલું પ્રકરણ મેનોપોઝ્નું વ્યવસ્થાપન કરવા માટેના લક્ષ્ય અને હેતુઓની સમજણ આપે છે.
બીજા પ્રકરણમાં કસરતના લાભ,શરીરના વિશિષ્ટ અંગો માટેની કસરતો,વજન ઓછુ કરવા અને રોજિંદી કસરતોનું આયોજન વિશેની વિસ્તૃત માહિતી .
ત્રીજા પ્રકરણમાં ખોરાક અને પોષણ અંગેની ચર્ચા કરવામાં આવી છે.
ચોથા પ્રકરણમાં પૂરતી અને યોગ્ય નિંદ્રા, તંદુરસ્ત જાતીય જીવન,તણાવમુક્ત જીવન અને આધ્યાત્મિકતા પણ તંદુરસ્ત જીવન માટે એટલા જ અગત્યના છે.
છેલ્લું પ્રકરણ આલેખો અને સંદર્ભગ્રંથોની માહિતી આપે છે, જે વાંચીને તમે આહાર અને કસરત અંગેના નિર્ણયો લઇ શકો છો.
આજ વિષય ઉપર અન્ય ઉપયોગી પુસ્તક-
'મગજ ન ગુમાવો વજન ગુમાવો' ઋજુતા દિવેકર
|