Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Liludi Dharti (Set of 2 Books)
Chunilal Madia
Author Chunilal Madia
Publisher Navbharat Sahitya Mandir
ISBN 9788184405743
No. Of Pages 260
Edition 2020
Format Hardbound
Language Gujarati
Price रु 450.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
5757_liludidharti.Jpeg 5757_liludidharti.Jpeg 5757_liludidharti.Jpeg
 

Description

Liludi Dharti (Set of 2 Books) (Gujarati Novel)

 

‘લીલુડી ધરતી’ -નવલકથા
 

ચુનીલાલ મડિયા
 

પુરુષપ્રધાન સમાજમાં નારીને અસહાય રીતે સહન કરવા પડતાં અન્યાયના મૂળમાં તેની શરીરરચના છે એમ મનાય છે. શરીરરચનાની આ વિશેષતા મનુષ્યેતર પ્રાણીસૃષ્ટિમાં પણ માદા ધરાવતી હોય છે. ત્યાં પણ ચિમ્પાન્ઝી અને કેટલાંક પશુઓમાં માદાની શરીરરચના શોષણ, દમન અને અત્યાચારનું કારણ બને છે એમ અવલોકવામાં આવ્યું છે. તો આ ‘પશુવૃત્તિ’ના ઊર્ધ્વીકરણ માટે યુગોથી માનવજાત મથી છે એનું શું?
 

નવલકથા ‘લીલુડી ધરતી’ (1957)માં સ્વ. ચુનીલાલ મડિયાએ આ સમસ્યાને કલાત્મક અને હૃદયસ્પર્શી રીતે રજૂ કરી છે.
 

ચીલાચાલુ ઢબે શાંતિથી જીવતા ગુંદાસર ગામના હાદા પટેલના પુત્ર પરબતના મૃત્યુ સમયે બે પિતરાઈ ભાઈ ગોબર અને માંડણ વચ્ચે વેરઝેરનાં બી વવાયાં ત્યાંથી કથા આરંભાય છે. સંતુની છેડતી અને રૂપા રબારણના ખૂનની તપાસ માટે એજન્સીની છૂપી પોલીસનું આગમન, જેરામ મિસ્ત્રી અને રઘા ગોર વચ્ચેની તકરાર અને માંડણે વેરઝેર છતાં જાનને જોખમે ગોબરનો જીવ બચાવ્યો એ પ્રસંગો કથાને આગળ વધારે છે.
 

માંડણની પત્નીનો આપઘાત અને પોતે સગર્ભા હોવાનો પતિ પાસે સંતુએ કરેલો એકરાર, ગિધા લવાણાનું ખૂન, દારૂના નશામાં ધૂત માંડણે ગોબરની કરેલી હત્યા અને સંતુને માથે વ્યભિચારિણી હોવાનું આળ મુકાયું તેમાં સમજુબા, જીવો ખવાસ, ઓઘડ ભૂવો, ઘુઘરિયાળો બાવો, ભવાનદા મુખી વગેરેએ ભજવેલી સક્રિય ભૂમિકા વાચકને કથાપ્રવાહમાં આગળ ખેંચી જાય છે.
 

સંતુને નિષ્કલંક પુરવાર કરવામાં ગુંડા ગણાતા ડાંડ રઘા ગોરે આશ્ચર્યજનક રીતે ભજવેલી વિધાયક ભૂમિકા અને અમથી સુથારણનું ગામમાં ઘણા સમય પછી છુપાવેશે આગમન થતાં જ રઘાએ કરેલો આપઘાત કથાને રહસ્યના રંગોથી રંગે છે. મરેલું બાળક જન્મતાં પાગલ બની ગયેલી સંતુની બાળક માટેની ઘેલછા અને અંતે સતીમાના થાનકે જતાં એને સાંપડેલી શાંતિ અને તે જ સમયે નાટ્યાત્મક રીતે હાદા પટેલના મોટા પુત્રનું ગામમાં પાછા આવવું….અહીં કથાનો સુખદ અંત આવે છે.
 

ખેતીવાડી ઉપર નભતાં પટેલ કુટુંબો, ખેતમજૂરો આદિ શ્રમિકો, યજમાનવૃત્તિવાળા ગોર, સોની, વેપારી, ધીરધાર કરનાર, માદક દ્રવ્યોનો ધંધો કરનારાઓ, મુખી, પસાયતો, પગી, હજામ, ઘાંચી, દરબાર, ભાયાતો, ભૂવા, સાધુબાવા વગેરે અઢારે વરણની સૃષ્ટિ આ કથામાં ખડી થઈ છે. એ સૃષ્ટિના પરંપરાગત વ્યવસાય, રૂઢિ-રિવાજ, ઉત્સવો, બાધા-માનતા, અફવા, નિંદારસ, પરપીડનવૃત્તિ બધાનું નિરૂપણ લેખકની સૂક્ષ્મ અવલોકનશક્તિ અને કલાત્મક સંયોજનશક્તિની સાથે તાકાતવાન ભાષાભિવ્યક્તિને છતાં કરે છે.
 

‘ઠકરાણાંની આંખમાં તગતગતા તારોડિયા જેવું આંસુ તગતગતું હતું.’;  ‘ખારેક જેવી આંખોને ખૂણે સાચા મોતી જેવું બિંદુ’,  ‘છડેલી દાળ જેવી ગોરી’, ‘અબનૂસની લાકડા જેવી શ્યામવર્ણી છોકરી’, ‘બે કાંઠે ઘૂઘવતી ઓઝત (નદી), પેંલોઠી નવોઢા જેવી મદમસ્ત’, ‘વીજળીના શીરોટા જેવો ઝબકી જતો વિચાર’, જેવી ઉપમાઓ એમનાં કવિત્વ-ભાષાશક્તિનાં ઉદાહરણો છે.
 

“આ કથામાં કોઈ પાત્ર નિર્ભેળ ખલ કે નિર્ભેળ દુષ્ટ નથી. જિંદગીની શેતરંજ ઉપર પોતાની ચાલ એ પાત્રોના હાથમાં નથી. સંજોગોના હાથમાં છે.’ -એ વાતને ચરિતાર્થ કરતી આ કથામાં ‘માનવીના ચિત્તમાં ચાલતો આસુરી અને દૈવી વૃત્તિ વચ્ચેનો ગજગ્રાહ તેને ક્યારે કઈ દિશામાં ખેંચી જશે એ સમજવું સહેલું નથી’ એ વાત પણ સ્પષ્ટ થઈ છે. પણ આ વાત જ સ્ત્રી માટે સૌથી વધુ ખતરનાક અને અન્યાયકર્તા છે. માણસે સમૂહજીવનનો, ખાસ તો લગ્ન-સંસ્થાનો અને તેના નીતિ-નિયમોનો સ્વીકાર કર્યા પછી કુંતી હોય કે દ્રૌપદી, સીતા હોય કે શકુન્તલા અથવા આ નવલકથાની નાયિકા સંતુ – સમસ્યાઓનો સામનો તો સ્ત્રીએ જ કરવાનો આવ્યો. અગ્નિપરીક્ષામાંથી પસાર એણે જ થવાનું રહ્યું. ગ્રામીણસમાજ હોય કે શહેરીસમાજ, લોકાપવાદનો સામનો સ્ત્રીએ જ કરવાનો. આ નવલકથાકારે એ સમસ્યાનું સમાધાન આપ્યું નથી, એણે તો એની કલાત્મક રજૂઆત કરીને સર્જકધર્મ નિભાવ્યો છે.
 

Subjects

You may also like
 • Krushnaavataar-1
  Price: रु 600.00
 • Krushnaavataar-2
  Price: रु 580.00
 • Krushnaavataar-3
  Price: रु 570.00
 • Patan Ni Prabhuta
  Price: रु 300.00
 • Rajadhiraj
  Price: रु 525.00
 • Jai Somnath (Gujarati Novel)
  Price: रु 280.00
 • Bhagvaan Kautilya
  Price: रु 140.00
 • Bhagvan Parshuram (Gujarati Novel)
  Price: रु 300.00
 • Angad No Pag (Gujarati Translation of The Fountain Head)
  Price: रु 200.00
 • Dariyapaar
  Price: रु 170.00
 • Saurashtra Ni Rasdhaar
  Price: रु 600.00
 • Aakhet (Part 1 to 3)
  Price: रु 2500.00