Maro Tya Sudhi Jivo By Gunvant Shah
મરો ત્યાં સુધી જીવો
ગુણવંત શાહ
તન નીરોગી, મન નિર્મળ અને માહ્યલો આનંદથી છલોછલ બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. ગુવણંત શાહના સ્વાસ્થ્ય
સંબંધી લખાણોના સંગ્રહ "મરો ત્યાં સુધી જીવો" માં જીવનની પળેપળને સંવેદી,આનંદથી સભાનતાથી જીવી લેવાની વાત છે.
ગુવણંત શાહના વૈચારિક ચાબુક આપણા સુષુપ્ત મનને જાગૃત કરીને જ છોડે છે. એઓ કહે છે સાજા હોવું એટલે માહ્યલાના મિત્ર
હોવું, અસંયમી અને અતિસંયમી ન બનવું. બાહ્ય દેખાવને બદલે આંતરિક સૌંદર્ય પર વિશેષ ધ્યાન આપવું.
એમના લેખોના શબ્દેશબ્દ હીરા-મોતી શા ચળકે છે. સ્વાસ્થ્યની સાથે સાથે મનની સ્ફ્રુતિ માટેના સૂચનો અનુસરવા યોગ્ય છે.
જીવનને બાળસહજ કુતુહલથી જોવામાં આવ્ આનંદથી માણવામાં આવે તો ધ્યાન સહજ બની જાય, જીવન યોગ બની શકે. દરેક
ગુજરાતીએ વસાવવા જેવું; ભેટમાં આપવા જેવું અનુપમ પુસ્તક એમાં આપેલ ચિતન કણિકાઓ પણ અમૂલ્ય છે.
૧. ઉતાવળના ગર્ભમાંથી અવતરે છે પેપ્ટીક અલ્સર નામનું શિશુ.
૨. રાત્રે ઊંઘ ન આવી? જરૂર તમે ઉજાગરો વાવ્યો હશે.
૩. હ્રદયરોગ એટલે અપમાનિત હ્રદયનો હાહાકાર
૪. જાગી ગયેલા મણસને સમજાય છે તે ક્યારેય ડોક્ટરને નથી સમજાતું.
૫. બેઠાડુ જીવન એટલે રોગની આમંત્રણપત્રિકા.
૬. દરરોજ એક કલાક માટે બુધ્ધ બની કોઈ વૃક્ષની નીચે ચીંતન કરવું દરેકનું પોતાનું બોધિવ્ક્ષ હોવું જ જોઈએ.
|