Sampatti Nu Sarjan
સંપત્તિનું સર્જન - આર.એમ. લાલા (૧૯થી ૨૧મી સદી સુધીની તાતા પેઢીની કથા )
'The Creation of Wealth' નો અનુવાદ
અનુવાદક: ભોળાભાઈ પટેલ
૧૮૬૮ માં જયારે જમશેદજી તાતાએ એક વેપારી પેઢી શરૂ કરી ત્યારે ઘણા ઓછા લોકોને ખ્યાલ આવ્યો હશે કે તેઓ આધુનિક ભારતને ઘડવા માટેનું સ્વપ્ન જોઈ રહ્યા છે. આજે દોઢ સદી પછી તાતા કુટુંબ ગર્વપૂર્વક કહી શકે તેમ છે કે તેઓએ તેમના સ્થાપકના સ્વપ્નને સાકાર કર્યું છે.
પરંતુ સફળતાનો માર્ગ ક્યારેય સરળ નથી હોતો. આ પુસ્તકમાં પહેલી જ વાર રતન તાતાની રાહબરી નીચે તાતા જૂથે કેવી રીતે ૧૯૯૨ પછીના આર્થિક સુધારાઓને લીધે આવેલા બદલાવ સામે બાથ ભીડી હતી તેનું બયાન આપવામાં આવ્યું છે. જેમાં તેમના સાથીદારોના વિરોધની વાત પણ આવી જાય છે.
આ પુસ્તકમાં તાતા કુટુંબે કઈ રીતે ભારત દેશના ઘડતરમાં ભાગ ભજવ્યો છે તેની વાત કરવામાં આવી છે.તાતા કુટુંબ ફક્ત ઉદ્યોગપતિઓ તરીકે જ સફળ થયા છે તેવું નથી, પરંતુ તેઓએ એકલે હાથે એવાં ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપ્યું છે, જેના વિશે તે વખતે કોઈને વિચાર સુદ્ધાં પણ આવતા ન હતા.