Buy Samudrantike Gujarati Book Written by Dhruv Bhatt Online at Low Prices સમુદ્રાન્તિકે - ધ્રવ ભટ્ટ સમુદ્રાન્તિકે ધ્રવ ભટ્ટની મનોરમ રચના છે. 1993માં પ્રગટ થયેલી, માસ્ટર પીસ ગણાતી આ રચના સૌરાષ્ટ્રના સમુદ્ર તટે સર્વેના કામ માટે નિમાયેલા યુવાન સિવિલ ઈજનેરના સંસ્મરણો રૂપે લખાઈ છે. કથાના કેન્દ્રમાં આધુનિક જીવનશૈલી અને પરંપરાગત મુલ્યોનું સમતોલન કરવાની તડપ છે. પાત્રો, પ્રસંગો, સ્થળો અને લોકજીવનને વણી લેવા ઉપરાંત આ કથામાં ધ્રુવ ભટ્ટે પોતાની સંવેદનશીલતા ઉમેરીને વાંચકને જકડી રાખે તેવું સર્જન કર્યું છે. વાંચકને સમુદ્ર અને તેની આસપાસની પ્રકૃતિ પણ પાત્ર તરીકે દેખાયા વગર રહેતાં નથી.