Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Yogi Kathamrut (Gujarati Translation Of AutoBiography Of A Yogi)
Paramhans Yogananda
Author Paramhans Yogananda
Publisher Yogada Satsang Society
ISBN 9788190256230
No. Of Pages 650
Edition 2017
Format Paperback
Language Gujarati
Price रु 175.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
1409_yogikathamrut.Jpeg 1409_yogikathamrut.Jpeg 1409_yogikathamrut.Jpeg
 

Description

Yogi Kathamrut (Gujarati Translation Of AutoBiography Of A Yogi)

 

 

યોગી કથામૃત (Gujarati Translation of Autobiography of A Yogi)
 

- પરમહંસ યોગાનંદ

 

આધ્યાત્મિક જગતના સ્વૈરવિહારીઓને માટે પરમહંસ યોગાનંદનું ''ઓટોગ્રાફી ઓફ અ યોગી'' પુસ્તક ઘરવૈદા જેવું હાથવગુ અને દિવ્યાનંદ આપતી જડીબુટ્ટી સમાન છે તે તો બધા જ જાણે જ છે. પરમહંસ યોગાનંદ (૫ જાન્યુઆરી, ૧૮૯૩- ૭ માર્ચ ૧૯૫૨) તેના ગુરુ યુક્તેશ્વર ગીરીના મેળાપ બાદ કઈ રીતે પૂર્વજન્મના ગુરુ લાહિરી મહાશય સુધીની અનુભૂતિ પ્રાપ્ત કરે છે અને આ જ કૃપાશક્તિથી હિમાલયના યોગીઓ, જ્યાં ઋણાનુબંધ નિશ્ચિત છે તેવી અકલ્પ્ય અંતરિયાળ જગા-પ્રદેશ પર પહોંચે છે તેની અનુભૂતિ આ ઓલાટાઇમ બેસ્ટ સેલર પુસ્તકમાં રજુઆત થઈ છે. ૧૯૪૬માં સૌ પ્રથમ વખત પ્રકાશિત થયેલ પુસ્તક હાર્પિન કોલીન્સના મતે ૨૦મી સદીના ૧૦૦ શ્રેષ્ઠ માનવ જગતને પ્રેરણા પૂરા પાડતા પુસ્તકમાં સ્થાન પામ્યું છે.

 

અત્યાર સુધી વિશ્વની ૩૪ ભાષાઓમાં પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું છે. ૪૨ લાખ જેટલી વિશ્વવ્યાપી નકલોનું વેચાણ થઈ ચુકેલ છે તેવા આ પુસ્તકને 'એપલ'ના સ્થાપક સ્વ. સ્ટીવ જોબ્સે બાળવયે વાંચ્યું હતું. તે પુસ્તકના પ્રભાવ હેઠળ જ સ્ટીવ જોબ્સ અધ્યાત્મની ખોજમાં હિમાલય દોડી આવ્યા હતા. મૃત્યુપર્યંત વર્ષમાં એક વખત યોગાનંદની આત્મકથાનો આસ્વાદ તેઓ માણી લેતા હતા. જોબ્સના આગ્રહને વશ એપલના સહસ્થાપક વોલ્ટર ઈસાકસન, સેલ્સસેર્સ ડોટ કોમના સીઈઓ માર્ક બેનીઓફ અને વિશ્વની જુદા જુદા ક્ષેત્રોની ''વ્હુઝવ્હુ'' જેવી હસ્તીઓએ આ સૂક્ષ્મ દુનિયા અને તેવી જ શક્તિનો પાત કરાવતી આત્મકથાથી ઊર્જા મેળવ્યાનો પશ્ચિમના દેશોના મંચ પર જાહેર એકરાર કર્યો છે. સિતારવાદનના લેજન્ડ સ્વ. પંડિત રવિશંકરે બિટલ્સના જ્યોર્જ હેરિસનને આ પુસ્તક માટે ભલામણ કરી તે પછી જ 'બિટલ્સ' ભારતીય સંસ્કૃતિ અને ગૂઢ અધ્યાત્મવાદ તરફ ખેંચાયા અને તેઓની પ્રતિભાએ ગેબી અસર જન્માવી. પરમહંસ યોગાનંદે ૧૯૨૦થી ૧૯૩૫ના સમયગાળામાં અમેરિકામાં આપેલા પ્રવચનો અને તેનો પ્રભાવ પણ પુસ્તકમાં સમાવિષ્ટ છે. ૧૯૩૫માં ભારતમાં પરત આવ્યા પછી યોગાનંદ મહાત્મા ગાંધીજી, મા આનંદમયી, ટાગોર, પ્રો. સી.વી. રમન જેવી યુગ હસ્તીઓ અને આધ્યાત્મિક નામી-અનામી યોગીઓ, સંતો જોડે વિચાર વિમર્શ કરતા રહ્યા. કેલિફોર્નિયામાં સાન ડિએગોમાં 'એન્સીનિટાસ બિચ' નજીક યોગાનંદનો 'સેલ્ફ રિયલાઈઝેશન ફેલોશિપ' આશ્રમ છે. જ્યાં તેમણે તેમની આત્મકથા લખી હતી. લોસ એંજલસમાં ૭ માર્ચ ૧૯૫૨ના રોજ તેમણે મહાસમાધી લીધી હતી. તેના ૨૦ દિવસ પછી એટલે કે ૨૭ માર્ચ સુધી તેમનો દેહ કાંસાની પેટીમાં સચવાયો હતો. અગ્નિ સંસ્કાર વખતે તેમનો મૃતદેહ હજુ થોડા કલાકો અગાઉ જ મૃત્યુ પામ્યા હોય તેવો અને ગંધમુક્ત હતો તેવું અમેરિકન સંશોધકોએ આ નોંધ્યું છે. જેની તસવીર પણ પ્રાપ્ય છે. પરમાનંદ યોગાનંદ હિમાલયના યોગીઓ કે ગુરુઓના ચમત્કારિક દેખાવ અને અનુભવગાથાથી જ દેશ-વિદેશમાં ચિરંજીવ નથી પણ તેમણે આપેલું તત્ત્વજ્ઞાાન, સૂક્ષ્મ શક્તિ, ક્રિયા યોગ પણ એટલું જ પ્રસ્તુત

Courtsey : ભવેન કચ્છી (Gujarat Samachar)

શતાબ્દી ના 100 સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક પુસ્તકોમાં માન્યતા પ્રાપ્ત પરમહંસ યોગાનંદજી ની આ વિલક્ષણ જીવન-ગાથા તમને સંતો અને યોગીઓ, વિજ્ઞાન અને ચમત્કાર, તથા મૃત્યુ અને પુનરુત્થાનના જગતની એક અવિસ્મરણીય યાત્રા કરાવે છે .પરમહંસજી એ આત્માને તૃપ્ત કરવાવાળા જ્ઞાન તથા મનમોહક વાક્પટુતા સાથે જીવન તથા બ્રહ્માંડના ગહનત્તમ રહસ્યો પ્રકાશિત કર્યા છે .


આ પહેલી જ વખત એક મહાન હિદું યોગીએ પોતાના જીવન અને ભારતના ઈશ્વર-સાક્ષાત્કાર પામેલા ઘણા સિધ્ધો સાથેના તેમના સંબધો વિષે સવિસ્તાર વૃતાંત લખેલ છે. પરમહંસ યોગાનંદ(૧૮૯૩-૧૯૫૨ ) શ્રીરામપુરના શ્રી શ્રી સ્વામીશ્રી યુક્તેશ્વર ગિરિના શિષ્ય હતા કે જેઓ પોતે વારાણસીના વિખ્યાત યોગી લાહિરી મહાશયના શિષ્ય હતા; જેઓ સ્વંય પણ પ્રાચીન, છતાં હિમાલયના હજુ સિદ્ધ મહાવતાર બાબાજીના શિષ્ય હતા.

 

Subjects

You may also like
 • Aatam Vinjhe Paankh
  Price: रु 300.00
 • Agan Pankh (Gujarati Translation of Wings of Fire)
  Price: रु 225.00
 • Sardar Patel Ek Sinh Purush
  Price: रु 500.00
 • Bakshinaama
  Price: रु 650.00
 • Billo Tillo Touch
  Price: रु 225.00
 • Dharti Jyaan Dhingan Manekh
  Price: रु 100.00
 • Sampatti Nu Sarjan (Gujarati Translation of The Creation of Wealth) A Tata
  Price: रु 350.00
 • Addhe Raste
  Price: रु 160.00
 • Sidha Chadhaan
  Price: रु 170.00
 • Dhirubhaism (Gujarati)
  Price: रु 125.00
 • Avrodho Ni Aarpaar
  Price: रु 120.00
 • Mara Anubhavo
  Price: रु 225.00