પ્રિલિમિનરી પરીક્ષા ની તૈયારી માટે : ગુજરાત જાહેર સેવા આયોગે (GPSC) પ્રિલિમિનરી પરીક્ષા ની તૈયારી માટે આ વખતે અલગથી પરીક્ષા માળખું તૈયાર કરેલ છે અને આ પરીક્ષા માળખાને ધ્યાનમાં રાખીને જ આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.જેમાં ગુજરાતની ભૂગોળ સાથે સામાજિક,આર્થિક બાબતો, સરકારની કલ્યાણકારી યોજનાઓ, તેમજ નીતિઓ, બાળ વિકાસ, મહિલા વિકાસ, વૃદ્ધોનું કલ્યાણ, આદિવાસી વિકાસ, ભારતની વસ્તી ગણતરી અને વસ્તી નીતિ સાથે વસ્તીની પ્રવર્તમાન સ્થિતિ આ ઉપરાંત ભારતનું બંધારણ, પ્રાદેશિક, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પુરસ્કાર અને એવોર્ડ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, રમત-જગત અને કોમન વેલ્થ ગેમ્સ-2014 સુધી સમાવેશ ગુજરાત સેવા આયોગના સૂચિત પ્રિલિમિનરી પરીક્ષાના માળખા અનુસાર આ વિષયના વિદ્વાનો પાસે તૈયાર કરાવવામાં આવેલ છે.