Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Shivbhoomi No Saad (Kailash Mansarovar ane Anya Yatrao)
Pragna Patel
Author Pragna Patel
Publisher Parshva Publication
ISBN 9789351084280
No. Of Pages 285
Edition 2016
Format Paperback
Language Gujarati
Price रु 300.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635966425470537897.jpg 635966425470537897.jpg 635966425470537897.jpg
 

Description

Shivbhoomi No Saad (Kailash Mansarovar ane Anya Yatrao) By Pragna Patel

 

શિવભૂમિનો સાદ - પ્રજ્ઞા પટેલ


કૈલાસ-માનસરોવર અને અન્ય યાત્રાઓ


શિવભૂમિનો સાદ પુસ્તક એ એવું યાત્રાવર્ણનનું પુસ્તક છે કે જેમાં હૃદયમાં ભક્તિ છે,આંખોમાં સૌન્દર્યદર્શન છે, ચિત્તમાં વિગતો, અનુભવો અને સ્થળવિશેષની સઘળી માહિતી છે.
1. શ્રીખંડ કૈલાસ
2. મણિમહેશ કૈલાસ
3. અમરનાથ
4. ગિરનાર

 

કૈલાસ-માનસરોવર અને અન્ય યાત્રાઓ

 

‘શિવભૂમિનો સાદ’: કૈલાસ-માનસરોવર અને અન્ય યાત્રાઓ
 

કુ.પ્રજ્ઞા પટે

 

તાજેતરમાં પ્રવાસ વર્ણનનું પુસ્તક ‘શિવભૂમિનો સાદ’ પ્રગટ થયું છે.  છેલ્લા પચીસેક વર્ષમાં પ્રજ્ઞાબહેને પર્વતીય પ્રદેશોના પ્રવાસો કર્યા છે.

આ પુસ્તકમાં અઢળક રંગીન ફોટોગ્રાફ છે. લેખિકાએ પોતે પણ ફોટો પાડ્યા છે તેથી વધુમાં વધુ સમાવ્યા છે. એથી પુસ્તકનું દસ્તાવેજી મૂલ્ય વધે છે

સને 1993માં કુલુ-મનાલી ટ્રેકિંગમાં જોડાયાં. લખે છે: ‘હિમાલયનું અપ્રતિમ દર્શન પ્રથમ વખત કર્યું. બિયાસ કુંડ, લેડી લેગ, હિમાલયના અંતરિયાળ વિસ્તારમાં ચારે તરફ બરફ આચ્છાદિત શિખરોની વચ્ચે રહેવાનો, કપરું ટ્રેકિંગ કરવાનો અદ્્ભુત રોમાંચ ત્યારે માણ્યો હતો. અરવિંદ આશ્રમ, નૈનિતાલના યુથ કેમ્પ ખાતે જૂન 1996 દરમિયાન પણ ગિરિસૃષ્ટિનો અડાબીડ વૈભવ ટ્રેકિંગ સાથે દસ દિવસ માણ્યો હતો.’
આ પછી 2001માં પરિવારજનો સાથે ચારધામની યાત્રા કરી. 1997માં અમરનાથની યાત્રા કરી, ચંદનવાડીથી પગપાળા.

કૈલાસ-માનસરોવરની યાત્રાનાં પુસ્તકોમાં બહેનોના સાહસના પ્રસંગો યાદગાર બની રહે છે. ઘાયલ થયા પછી પણ યાત્રા ચાલુ રાખવાની, પૂરી કરવાની શક્તિ એમણે દાખવી છે. વર્ણનશક્તિની દૃષ્ટિએ પચીસેક વર્ષ પહેલાં વડોદરામાં અરુણાબહેન ચોકસીએ લખેલું પુસ્તક ‘ચલો રે મનવા માનસરોવર’ અનન્ય લાગેલું. પ્રજ્ઞાબહેન નીવડેલાં લેખિકા છે એનો લાભ આ ‘શિવભૂમિનો સાદ’ પુસ્તકને મળ્યો છે. અહીં ચાર યાત્રા હિમાલયની અને અેક યાત્રા ગિરનારની સમાવી છે. અર્પણમાં સ્વામી પ્રણવાનંદજીને યાદ કર્યા છે. સ્વામીજીએ આજીવન કૈલાસ માનસરોવરની સાધના કરી છે. અહીં કૈલાસ વિશેનાં છત્રીસ પુસ્તકોની સૂચિ છે. હવે તો કૈલાસ યાત્રાની અનેક નાની મોટી ફિલ્મો મળે છે. એ ઘેર બેઠાં ગંગાનો અનુભવ કરાવી શકે. પ્રજ્ઞાબહેને ત્રણ વાર યાત્રા કર્યા પછી લખ્યું છે.વિવિધ સ્થળે અને સમયે લેખિકાએ કૈલાસનું વર્ણન કર્યું છે, વર્ણનમાં પણ તાજગી છે.

284 પૃષ્ઠના આ પુસ્તકમાં અઢળક રંગીન ફોટોગ્રાફ છે. લેખિકાએ પોતે પણ ફોટો પાડ્યા છે તેથી વધુમાં વધુ સમાવ્યા છે. એક પૃષ્ઠ પર પાંચ ફોટોગ્રાફ તો હોય જ. વળી લેખનની અંતર્ગત પણ ફોટોગ્રાફ છે. એથી દસ્તાવેજી મૂલ્ય વધે છે, પણ કૈલાસ જેવા કૈલાસને આખું પૃષ્ઠ તો જોઇએ જ. આ પુસ્તક પ્રવાસ અને અભ્યાસ બેઉં દૃષ્ટિએ ઉપયોગી છે.

  • Raghuvir Chaudhri
  • Divya Bhaskar

 

 

 

Subjects

You may also like
  • Morari Bapu Nu Amrut Ramayan
    Price: रु 700.00
  • Shri Vaalmiki  Ramayan
    Price: रु 800.00
  • Ganesh Puran (Gujarati Book)
    Price: रु 450.00
  • Yajurved Darshan
    Price: रु 180.00
  • Atharvaved Darshan
    Price: रु 185.00
  • Saamved Darshan
    Price: रु 185.00
  • Rigved Darshan
    Price: रु 300.00
  • Krishna Nu Jivan Sangeet
    Price: रु 425.00
  • Hindu Maanyataono Vaigyaanik Aadhaar
    Price: रु 150.00
  • Hindu Maanyataono Dhaarmik Aadhaar
    Price: रु 150.00
  • Yajurveda
    Price: रु 150.00
  • Rigveda
    Price: रु 150.00