Bhrigu Samhita (Gujarati) by Radhakrushna Shrimali
ભૃગુ સંહિતા લેખક પં. રાધાકૃષ્ણ શ્રીમાળી
જ્યોતિષની સૌથી પ્રાચીન પુસ્તક પોતાનું ભવિષ્યફળ ખુદ બનાવો જ્યોતિષની અનેક શાખા - પ્રશાખાઓમાં ગણિત અને ફલાદેશનું મહત્વપૂર્ણ સ્થાન છે. ફળાદેશના માધ્યમથી જીવન પર પડનારા ગ્રહોના ફાળાફળનું નિરૂપણ કરવામાં આવે છે. જન્મ સમયે ગ્રહોની જે સ્થિતિ નભો મંડળમાં આવે છે. જીવનમાં ઘટિત તથા આગળ ઘટનારી ઘટનાઓનું જ્ઞાન ફળાદેશ જ્યોતિષ દ્વારા થાય છે. મહર્ષિ ભૃગુએ આ ફલિત જ્યોતિષના આધારે ભૃગુ સંહિતા નામના મહાગ્રંથની રચના કરી. સર્વપ્રથમ આ મહાગ્રંથનો અભ્યાસ પોતાના પુત્ર તેમજ શિષ્ય શુક્રને કરાવ્યો, એમના દ્વારા સમસ્ત બ્રાહ્મણ સમાજ અને વિશ્વભરમાં આ ગ્રંથનો પ્રચાર કરવામાં આવ્યો .