Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Mukti Vrutant
Himanshi Shelat
Author Himanshi Shelat
Publisher Arunoday Prakashan
ISBN 9789385520396
No. Of Pages 190
Edition 2019
Format Paperback
Language Gujarati
Price रु 210.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635995492588021576.jpg 635995492588021576.jpg 635995492588021576.jpg
 

Description

Mukti Vrutant By Himanshi Shelat

 

મુક્તિ-વૃત્તાંત’ (આત્મકથા)
 

હિમાંશી શેલત
 

ગુજરાતી ભાષામાં સુવાંગ અને સુરેખ એવી પહેલી મહિલા આત્મકથા આપનાર સાહિત્યકાર હિમાંશી શેલત
 

આપણા સાંપ્રતમાં વિરલ એવા સાહિત્યકાર હિમાંશી શેલતે ટૂંકી વાર્તાઓ થકી એકંદર સ્ત્રીવર્ગની મનોદશા, અનેક રીતે શોષિત-વંચિત સ્ત્રીઓની અવદશા, સ્ત્રીનાં સંઘર્ષ અને શક્તિને વાચા આપી  છે. વળી નવલિકાઓ થકી તેમણે સમાજના હાંસિયા બહાર મૂકાયેલા લોકોના વાસ્તવને, વાચક હચમચી ઊઠે તે રીતે ઉજાગર કર્યું છે. કરમાયેલાં બાળપણને કેન્દ્રમાં રાખીને કરુણા અને સહજતાના સંયોજન સાથેનાં લખાણો પણ હિમાંશીબહેને આપ્યાં છે. હિમાંશીબહેન કદાચ એકમાત્ર ગુજરાતી લેખક છે કે જેમણે તેમની આસપાસની પ્રાણીસૃષ્ટિ સાથેના સ્નેહસંબંધ વિશે માંડીને લખ્યું હોય. તેમણે લાવણ્યમય લલિત નિબંધો અને અસરકારક અખબારી લેખો પણ લખ્યા છે. પોતાનાં કેટલાંક પુસ્તકોમાં નમણાં રેખાંકનો પણ એમણે કર્યાં છે
 

હિમાંશીબહેનનું આત્મકથન ‘મુક્તિ-વૃત્તાંત’ હમણાં  પ્રકાશિત થયું છે. સ્વકથન માટે જરૂરી નિખાલસતા અને નિર્ધાર, પ્રામાણિકતા અને પ્રમાણભાન, આત્મકથાના સ્વરૂપની સમજ અને સભાનતા ‘મુક્તિ-વૃતાંત’ને ગુજરાતી ભાષાની પૂરા કદની, સુરેખ અને સુવાંગ એવી પહેલી મહિલા આત્મકથા બનાવે છે. હિમાંશીબહેને તેમનાં  જન્મથી ( ‘હું મુક્તિ. સુડતાળીસમાં જન્મી એટલે સ્વતંત્રતાને વધાવવા પાડેલું મારું પહેલું નામ. રાશિ-નામ મળ્યું એ પાછળથી.’) છેક હમણાં સુધીના એટલે કે ‘રાજ્યની સાહિત્ય અકાદમી પર સરકારની પકડ’ કે ‘દિલ્હીની હવા અત્યંત દૂષિત બનતી જાય છે’ ત્યાં સુધીના સમયનું પોતાનું જીવન, ધોરણસરની નિખાલસતાથી આલેખ્યું છે. તેની સાથે કેટલાક મહત્ત્વના સામાજિક-રાજકીય બનાવો તરફનો પ્રતિભાવ પણ છે. આખું પુસ્તક તેના લગભગ દરેક પાસામાં ગમી જાય તેવું છે.

Subjects

You may also like
  • Aatam Vinjhe Paankh
    Price: रु 300.00
  • Agan Pankh (Gujarati Translation of Wings of Fire)
    Price: रु 200.00
  • Sardar Patel Ek Sinh Purush
    Price: रु 500.00
  • Bakshinaama
    Price: रु 650.00
  • Billo Tillo Touch
    Price: रु 225.00
  • Dharti Jyaan Dhingan Manekh
    Price: रु 100.00
  • Sampatti Nu Sarjan (Gujarati Translation of The Creation of Wealth) A Tata
    Price: रु 350.00
  • Addhe Raste
    Price: रु 160.00
  • Sidha Chadhaan
    Price: रु 170.00
  • Dhirubhaism (Gujarati)
    Price: रु 125.00
  • Avrodho Ni Aarpaar
    Price: रु 120.00
  • Yogi Kathamrut (Gujarati Translation Of AutoBiography Of A Yogi)
    Price: रु 175.00