Title : સુખની કેડી કંકુવરણી (Translation of "Whispering Hope")
Author: Phill Bosmans
અનુવાદક : રમેશ પુરોહિત
( A book of positive thinking)
આનંદના અણસારની,સુખના સુમનની,આશાના અનુગૂજનની,પ્રેમના પરિતોષની આપણે સૌને તલાશ છે,ઝખના છે અને જરૂરિયાત છે.
આવી કોઈ ક્ષણનો સાક્ષાત્કાર કોઈના શબ્દો વાંચતા થાય ત્યારે હૈયું હળવાશ અનુભવે છે.હજારો નહીં પણ લાખો લોકોને દરરોજ શાંતિ અને સ્નેહનો,સુખ અને સરળતાનો રસ્તો બતાવી રહેલા ફ્લેમીશ લેખક ફિલ બોસ્મનના નામથી આપણે પરિચિત છીએ.'સુખને એક અવસર તો આપો ‘ એ એમની એક બુક 'ગીવ હેપીનેસ અ ચાન્સ'નો અનુવાદ છે.એમની જીવનલક્ષી પણ ખુબ જ સરળતાથી સમજાય એવી ફિલોસોફીથી કરોડોને આશાનું કિરણ મળ્યું છે . વીસ ભાષાઓમાં પ્રકટ થતા એમના પુસ્તકોની પચાસ લાખ પ્રતો લોકો સુધી પહોંચી ગયી છે.
આ પુસ્તકમાં નવરત્ન જેવા નવ પ્રકરણોમાં માનવીય દ્રષ્ટિએ જીવનની મુલવણી તો થઇ છે.
આશાના,સુખના અને સંતોષના ત્રિવેણીસંગમ બનેલા આ પુસ્તકના પ્રેરણાત્મક વાક્યો વાંચવા અને સમજવા જેવા છે.જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવાને બદલે કોઈને માટે તમે કેટલા કામ આવ્યા એને યાદ કરો અને ફરી પાછા સત્કર્મો કરવા વખત કાઢો તો જીવનની સમી સાંજ સુખનો શમીયારો બની જશે.