ધ કાઈટ રનર (A Novel )
ખાલીદ હુસેની
(Gujarati Translation of ‘The Kite Runner’)
૨૦૦૬,૨૦૦૭ અને ૨૦૦૮ માં પેંગ્વિન/ઓરેન્જ રીડર્સ ગ્રુપ પ્રાઈઝ વિજેતા અને હવે એક ભવ્ય ફિલ્મ પણ બની ચૂકી છે.
A friend in need is a friend indeed. સાચો મિત્ર કોને કહેવો ? જે આપણાં મનની વાત સમજી શકે ? જે મુસીબતના સમયે પડખે ઉભો રહે તેને ? જે સુખદુ:ખમાં સહભાગી બને તેને ? એક મિત્ર તરીકે આમીર આ બધી બાબતોમાં ઊણો ઉતરે છે. ઉલટું મિત્રને છેહ આપે છે.દગો છલકપટ અને કાયરતા એ આમીરની મિત્રતાના લક્ષણો છે. એના દુર્ગુણો એને સતત ડંખ્યા કરે છે.એને એના દુષ્કૃત્યોમાંથી મુક્તિ મેળવવી છે.એને એના કામોનો પારાવાર પસ્તાવો છે.પણ માત્ર પસ્તાવો કરવાથી દુષ્કૃત્યો માફ થાય ખરાં? હમેશાં વિપરીત સંજોગોમાંથી નાસ્તો રહેલો આમીર એ કિંમત ચૂકવી શકશે ખરો ? આમીરની એ જ મનોમંથનની કથા છે ‘ધ કાઈટ રનર’
Publication Date : 29th June 2011