| 
	જીત તમારી : સફળતાની તરફ લઇ જનાર સીડી  
	  
	શિવ ખેરા 
	  
	( Gujarati Translation of " You Can Win" By Shiv Khera) 
	  
	" વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા,તેઓ દરેક કામ અલગ રીતે કરતા હોય છે ." 
	  
	આ પુસ્તક તમને નવા હેતુનું નિર્માણ કરવા, એક નવા ઉદ્દેશની સમાજ કેળવવા તેમજ તમારા પોતાના    
	વિશેની, તમારા ભવિષ્ય તરફ જોવાની દ્રષ્ટિમાં બદલાવ લાવવામાં મદદરૂપ થઇ શકશે . 
	આ પુસ્તકનો હેતુ એ પણ છે કે તમે આ પુસ્તકની મદદથી તમારી જિંદગી માટેનો એક એક્શન પ્લાન 
	તૈયાર કરો .જો આજ સુધી તમે કોઈ એક્શન પ્લાન ન બનાવ્યો હોય તો , 
	  
	આ પુસ્તક  તમને  ત્રણ મુખ્ય બાબતો જણાવશે . 
	1.       તમે શું મેળવવા માગો છો .? 
	2.       તમે એ કેવી રીતે મેળવવા માંગો છો ? 
	3.       તમારે એ લક્ષ્ય કઈ સમયમર્યાદા સુધીમાં પ્રાપ્ત કરવું છે? 
	  
	આ પુસ્તક તમને મદદ કરશે: 
	·         હકારાત્મક  અભિગમ માટેના સાત પગલા આત્મસાત કરવામાં 
	·         નિષ્ફળતાને સફળતામાં ફેરવવામાં 
	·         યોગ્ય સમયે ,યોગ્ય કારણ માટે યોગ્ય કામ કરાવડાવી ગૌરવ અપાવવામાં 
	·         પરિસ્થિતિના ગુલામ ન બની એનું નિયંત્રણ કરવામાં 
	·         પરસ્પરની સમજણ વધારવામાં અને ટીમવર્કને વધુ મજબુત કરવામાં 
	·         અસરકારક માર્ગની દરેક અડચણને દૂર કરી વધુ ક્ષમતા પ્રાપ્ત કરવામાં 
	  
	સૌથી મહત્વની વાત,આ એક 'માર્ગદર્શક ' પુસ્તક છે .આ માર્ગદર્શિકા સફળતાનું સપનું જોવાથી માંડીને સફળતા મેળવવા સુધીના તમામ સપનાઓ સાકાર કરવાના રસ્તા દેખાડે છે . 
	  
	  |